GSTV
Gujarat Government Advertisement

ફાયદાકારક / 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહી છે રિચાર્જ કૂપન, જાણો ટેલિકોમ કંપનીઓની ઓફર વિશે

રિચાર્જ કૂપન

Last Updated on April 8, 2021 by

ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીજા કરતા વધુ ચઢિયાતી રિચાર્જ કૂપનો ઓફર કરી રહી છે. Airtel, Jio અને Vi નવા પ્લાન્સ જાહેર કરે છે. પરંતુ તેમાં સૌથી આકર્ષક છે 100 રૂપિયાથી ઓછાના રિચાર્જ પ્લાન્સ. ભલે તેની કિંમત ઓછી છે, પરંતુ ગ્રાહકોને તેમાં અનેક શાનદાર ઓફર્સ મળે છે. ચાલો જાણીએ કંપનીના પ્લાન્સ વિશે…

Airtelના 100થી ઓછાના પ્લાન

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ તેના ગ્રાહકોને 100 રૂપિયાથી ઓછાના બે શાનદાર રિચાર્જ પ્લાન ઓફર કરે છે. પહેલા પ્લાનની કિંમત 79 રૂપિયા છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને 200MB ડેટા મળે છે. બીજા પ્લાનની કિંમત 49 રૂપિયા છે. આ પ્લાનની પણ વેલિડિટી 28 દિવસની છે. પરંતુ આ પ્લાન ગ્રાહકોને માત્ર 100MB ડેટા આપે છે.

Jioના સસ્તા રિચાર્જ

રિલાયન્સ Jio પણ 100 રૂપિયાથી ઓછામાં કેટલાક રિચાર્જ ઓફર કરે છે. પહેલો પ્લાન 51 રૂપિયાનો છે. તેમાં ગ્રાહકોને 6GB ડેટા મળે છે. આ ઉપરાંત કંપની એક 21 રૂપિયાવાળો પ્લાન પણ ઓફર કરે છે. આ સસ્તા પ્લાનમાં યુઝરને 2GB ડેટા મળે છે. આ બંને જ પ્લાન ટોપ-અપવાળા છે.

Viના સસ્તા પ્લાન

Vi (Vodafone- Idea) પણ તેના ગ્રાહકોને સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. કંપનીનો એક 48 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. તેમાં યુઝર્સને 3GB ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત 98નો એક બીજો રિચાર્જ પ્લાન પણ છે. તેમાં કુલ 12GB આપવામાં આવે છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો