GSTV
Gujarat Government Advertisement

ટેક ટીપ્સ / WhatsApp પર દરેક સિંગલ ચેટ માટે કરો કસ્ટમ વોલપેપર, જાણી લો આ સરળ ટ્રીક

Last Updated on March 13, 2021 by

WhatsAppના ખાસ ફીચર અનુસાર તમે જે કોન્ટેકટથી વધારે ચેટ કરો છો તેને પિન કરીને ટોપ પર માર્ક કરી શકો છો. તેની સાથે જ તમે તમારી પસંદગીના ચેટ પર કેટલાક શાનદાર ફીચરનો ઉપયોગ કરી શકો છો. કેટલાક સમય પહેલા WhatsApp એ ચાર પ્રમુખ સૂધારાની ઘોષણા કરી હતી. જેમાં કસ્ટમ ચેટ વૉલપેપર, એકસ્ટ્રા ડૂડલ વૉલપેપર, સ્ટોક વૉલપેપર ગેલેરી અને બ્રાઈટ-ડાર્ક મોડ સેટિંગ્સ દ્વારા અલગ વોલપેપર સેટ કરવાની સૂવિધા સામેલ છે. નવા સેટિંગ્સ અનુસાર વોલપેપર ઓટોમેટીકલી તમારા ફોન ડિવાઈસની સેટિંગને લાઈટ કે ડાર્ક મોડમાં સ્વિચ કરી દેશે.

તે પહેલા જયારે WhatsApp યૂઝર કોઈ વૉલપેપરને સિલેક્ટ કરચા હતા ત્યારે તમામ ચેટમાં બદલાવ લાગુ થતો હતો. જોકે, નવા અપડેટ સાથે WhatsApp યૂઝર અલગ-અલગ ચેટ માટે અલગ અલગ વોલપેપર સેટ કરે છે. WhatsApp મુજબ તમારી ચેટને અલગ ઓળખ આપવાથી, યૂઝર્સને ખોટા ચેટ પર મેસેજ મોકલવાની ચિંતા નહિ રહે. WhatsAppએ એક નિવેદનમાં કહ્યુ કે, અમે દુનિયાભરમાં પ્રકૃતિ અને વાસ્તુકલાની નવી વિવિધ અને પ્રતિષ્ઠિત તસ્વીરોને પસંદ કરી છે.

એન્ડ્રોઈડ ફોન માટે

  • WhatsApp ઓપન કરો.
  • જયાં તમે કસ્ટમ બેકગ્રાઉન્ડ સેટ કરવા માગો છો ત્યા ચેટ અથવા કોન્ટેકના નામ પર જાઓ.
  • જમણી બાજુએ દેખાતા ત્રણ ડોટ્ય પર પ્રેસ કરો.- વોલપેપરને પસંદ કરો.
  • યૂઝર બ્રાઈટ-ડાર્ક, સોલિડ કલર્સ અથવા પોતાના ફોટાના વિકલ્પોમાંથી કોઈપણ વોલપેપર પસંદ કરી શકે છે.
  • યૂઝરને સેટ વોલપેપર હેઠળ બે વિકલ્પ દેખાશે, આ ચેટ માટે અથવા લાઈટ થીમના તમામ ચેટ પસંદ કરેલ વોલપેપર સેટ કરો.

iphone માટે

apple
  • whatsapp ઓપન કરો.
  • તે ચેટ કે કોન્ટેકટ પર જાઓ જયાં તમે કસ્ટમ બેકગ્રાઉન્ડ સાટ કરવા માંગો છો.
  • કોન્ટેક વિગતો ખોલો
  • સીલેક્ટ ન્યૂ વોલપેપર પર ટેપ કરો.
  • યૂઝર Wallpaper Archiveને પસંદ કરીને વ્હોટસેપને પસંદ કરીને જુના વોલપેપર પણ એકસેસ કરી શકો છો. નીચે સક્રોલ કરી બ્રાઈટ અથવા ડાર્ક વોલપેપર સેક્શન પર ક્લિક કરો.

read also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો