Last Updated on March 17, 2021 by
મેદાન આપણુ, મેચ પણ આપણી તરફેણમાં છતાં જીત ઇંગ્લેન્ડના ફાળે રહી. જી હા, ફોર્મેટ બદલાતા જ ઇંગ્લેડના રમવાનો અંદાજ પણ બદલાઇ ગયો. તેની ટીમ બદલાઇ ગઇ, કેપ્ટન બદલાઇ ગયો, જે ટીમ ઇન્ડિયાના દરેક વાર પર પલટવાર કરી રહ્યો છે. અને, હવે તો હારનો બોજ એટલો વધી ગયો છે કે ભારતે આ મામલે એક નવો રેકોર્ડ બનાવી લીધો છે. ઇંગ્લેન્ડ સામે ઘરેલૂ સીરીઝના બહાને ભારત પાસે મોકો હતો ઇન્ટરનેશનલ T20માં નંબર 1 ટીમ બનવાનો, પરંતુ 5 T20ની સીરીઝની ત્રીજી મેચ હારતા જ ટીમ ઇન્ડિયાએ આ મોકો ગુમાવી દીધો.
હારી-હારીને પરેશાન ભારતીય ટીમ ઇન્ટરનેશનલ T20માં આ મામલે કેવી રીતે રેકોર્ડ બનાવ્યો અને કેવી રીતે તેનું નંબર વન બનવુ અશક્ય બની ગયું. તે જણાવીશું પરંતુ તેની પહેલા નજર કરીએ ત્રીજી T20માં બંને ટીમોના પ્રદર્શન પર…
ત્રીજી T20માં ભારતે ધબડકો વાળ્યો
ત્રીજી T20માં ભારતે પ્રથમ બેટિંગ કરી, જે એકવાર ફરીથી નિરાશાજનક રહી. કેપ્ટન વિરાટ કોહલી સિવાય ટીમનો એકપણ બેટ્સમેન વિકેટ પર ટકી ન શક્યો, જેની અસર ભારતીય સ્કોર બોર્ડ પર જોવા મળી. વિરાટ કોહલીએ એકલાહાથે 167.39ના સ્ટ્રાઇક રેટથી 46 બોલ પર 77 રન ફટકાર્યા, તો અન્ય ભારતીય બેટ્સમેનોએ મળીને 94.60ના સ્ટ્રાઇક રેટથી 74 બોલ પર 70 રન જ કર્યા. આ રીતે ભારતે ઇંગ્લેન્ડ સામે 157 રનનો ટાર્ગેટ મુક્યો. મહેમાન ટીમે જોસ બટલરના 83 રનોની અણનમ ઇનિંગ અને જૉની બેયરસ્ટોના 40 રનની અણનમ ઇનિંગના પગલે આ ટાર્ગેટને 10 બોલ બાકી રહેતા જ 2 વિકેટ ગુમાવીને હાંસેલ કરી લીધો.
ઇંગ્લેન્ડ સામે T20 હારવાનો રેકોર્ડ
આ રીતે ભારત 5 T20ની સીરીઝમાં 1-2થી પાછળ રહી ગયુ. આ ઘરેલૂ મેદાન પર પહેલા બેટિંગ કરતાં રમાયેલી T20માં ભારતની સાતમી હાર છે. આ હાર સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાની જેમ જ ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ ઇન્ટરનેશનલ T20 હારવાનો રેકોર્ડ બનાવ્યો. બંને ટીમોની આમને સામને ટક્કરમાં પણ પલડુ ફરી એકવાર ઇંગ્લેન્ડનું જ ભારે થઇ ગયું છે. ઇન્ટરનેશનલ T20માં અત્યાર સુધી બંને ટીમ 17 વાર આમને સામને આવી છે. જેમાં ભારતના 8 વારની સામે 9 વાર ઇંગ્લેન્ડે બાજી મારી છે.
T20Iમાં નંબર વન બનવું અશક્ય
ઇંગ્લેન્ડ સામે સીરીઝમાં ભારત પાસે ઇન્ટરનેશનલ T20માં નંબર વન ટીમ બનવાનો મોકો હતો, જેને તેણે ત્રીજી T20માં મળેલી હાર સાથે જ ગુમાવી દીધો. હકીકતમાં ભારતને T20ની વર્લ્ડ નંબર વન ટીમ બનવા માટે ઇંગ્લેન્ડને 4-1 અથવા 5-0થી હરાવવાની જરૂર હતી. પરંતુ તે શક્ય બન્યુ નહી. હવે તો સ્થિતિ એવી છે કે સીરીઝ જીતવા માટે તેના માટે બાકીની બે મેચ નૉકઆઉટ સમાન છે. એટલે કે, ઇંગ્લેન્ડ કરતાં ભારત પર વધુ દબાણ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31