Last Updated on March 19, 2021 by
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) નાણાકીય વર્ષ 2021-22 માટે ઇન્ક્રીમેન્ટની જાહેરાત કરનારી પ્રથમ મોટી આઇટી સર્વિસિસ કંપની બની છે. ટીસીએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેતન વધારા એપ્રિલ 2021 થી અમલમાં આવશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, અમે પુષ્ટિ કરી શકીએ કે અમે, અમારા સહયોગીઓની સાથે, એપ્રિલ 2021 દરમિયાન તમામ કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ આપવાના માર્ગ પર છીએ.
જેનું ઇન્ક્રીમેન્ટ હશે તેને કંપની 6 મહિનાની અંદર અમલમાં મૂકશે
ટીસીએસના પ્રવક્તાએ કહ્યું, આ પગલું અમારા કર્મચારીઓ પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ બીજું જેનું ઇન્ક્રીમેન્ટ હશે તેને કંપની 6 મહિનાની અંદર અમલમાં મૂકશે. ગત વર્ષે માર્ચમાં કોવિડ-19 રોગચાળો ફાટી નીકળતાં વેતન વધારામાં વિલંબ થયો હતો. નાણાંકીય વર્ષ 2022ના વધારા સાથે, ટીસીએસ કર્મચારીઓને સરેરાશ પગારમાં આશરે 12-14 ટકાનો વધારો થશે અને આ કંપનીના ધારાધોરણો અનુસાર થશે તેમ કંપનીના સૂત્રોએ જણાવ્યું છે.
આ કંપનીઓએ કર્મચારીઓને ભેટો પણ આપી હતી
વૃદ્ધિની સાથે, ટીસીએસ નિયમિત પ્રમોશન સાઈકલ અનુસાર પ્રમોશન આપવાનું ચાલુ રાખશે. કંપનીના સહકર્મી એક્સેન્ચના કર્મચારીઓને એક વખત બોનસની જાહેરાત કરવામાં આવી છે. જે 18 માર્ચે તેમના એક અઠવાડિયાના બેઝ પગારની બરાબર હશે.
તો કોગ્નિજેંટ ઈન્ડિયાના ચેયારૌર મેનેજિંગ ડાયરેક્ટ રાજેશ નાંબિયારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રદર્શનના આધાર ઉપર અમેરિકા સ્થિત આઈટી દિગ્ગજ કોગ્નિજેંટના વૈશ્વિક સ્તર ઉપર 24000 કર્મચારીઓને પ્રમોશન આપ્યું છે અને કર્મચાપીઓનો પગાર વધાર્યો છે. તો ઓક્ટોબર 2020 અને જાન્યુઆરી 2021ની વચ્ચે ઈન્ફોસિસ, વિપ્રો અને એચસીએલ ટેકે પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.
દુનિયાની ત્રીજી સૌથી મુલ્યવાન આઈટી બ્રાંડ છે TCS
જણાવી દઈએ કે બ્રાંડ ફાઈનાન્સના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ટાટા કન્સલટન્સી સર્વિસ દુનિયાની ત્રીજી સૌથી મુલ્યવાન આઈટી બ્રાડ છે. તે પ્રમાણે એક્સેંચર અને આઈબીએમ પણ ટીસીએસથી આગળ છે. રિપોર્ટમાં દુનિયાના પ્રમુખ 10 કંપનીઓમાં ચાર ભારતીય કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને વિપ્રોની જગ્યા મળી છે. બ્રાંડ ફાઈનાન્સના રિપોર્ટ પ્રમાણે ત્રીજા સ્થાન વાળી ટીસીએસ અને બીજા સ્થાન પર આવનારી આઈબીએમની વચ્ચે અંતર ઝડપથી ઘટી રહ્યું છે અને ટીસીએસનું બ્રાંડ મુલ્ય 11 ટકા વધીને 15 અરબ અમેરિકી ડોલર થઈ ગયું છે. કંપનીએ યુરોપીય અને અમેરિકી બજારોમાં સારો ગ્રોથ કર્યો છે અને આશા છે કે આવનારા વર્ષમાં તે સારો સાબિત થશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31