GSTV
Gujarat Government Advertisement

કામની વાત: ઈન્કમ ટેક્સ બચાવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ક્યાં કરશો રોકાણ

Last Updated on March 25, 2021 by

આવક પર ટેક્સ પ્લાનિંગ કરનારા લોકો માટે આર્થિક આયોજન સૌથી મહત્વનું પાસું હોય છે. પરંતુ, પરંતુ ઘણા કર્મચારીઓ તેઓને માલ્ટા ટેક્સ બચતની મર્યાદાથી પરિચિત નથી હોતા. ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો 10 જેટલા મુદ્દાઓ પર ભાર મૂકે છે જે ટેક્સ સેવિંગ અને પગારની આવકમાંથી સૌથી વધુ ઉપાર્જન માટે કર્મચારીઓને જાણવી જરૂરી છે.

ગ્રોના કો-ફાઉન્ડર અને COO હર્ષ જૈન જણાવે છે કે સેક્શન 80સી ઇન્વેસ્ટમેન્ટ સૌથી પ્રચલિત છે. બીજા ઘણા રસ્તા છે જેના દ્વારા કમર્ચારીઓ ટેક્સ બચાવી શકે છે. જે રીતે, એક રૂપિયાની બચત એક રૂપિયાની કમાણી ગણાય છે, કર્મ બચત કરીને ઘણું રોકાણ કરી શકાય છે જેનાથી તમારા આર્થિક લક્ષ્યાંકો ઝડપથી પામી શકો છો.

EPFમાં રોકાણ

સોડિક્સો BRSના CEO અનીસ સરકાર કહે છે કે, નોકરિયાત લોકો માટે ઈપીએફ એક સૌથી લોકપ્રિય ટેક્સ બચાવવાનો ઓપ્શન છે. એમાં બંને કર્મચારીએ ને નિયોકતા બંને યોગદાન આપે છે. કર્મચારીને એક ખાસ દર સાથે વ્યાજ મળે છે. આ સ્કીમમાં જે યોગદાન કરે છે જેમાં સેક્સન 80C હેઠળ કપાત મળે છે. સતત સેવા હેઠળ કર્મચારીઓ જે EPFનો ઉપાડ કરે છે એ ટેક્સ ફ્રી રહ્યો છે.

PPFમાં રોકાણ

સરકાર કહે છે, PPF એક એવો ટેક્સ બચતનો ઓપ્શન છે જે રોકાણ પર રિટર્ન આપે છે, જે ટેક્સ ફ્રી હોય છે. પીપીએફ તેમને નિવૃત્તિ કોષ બનાવવા અને ખાતરીપૂર્વક રિટર્ન મેળવવાની યોજના બનાવવા માટે સક્ષમ કરે છે. જે રકમ તમે PPF અંદર રોકાણ કરો છો તેમાંથી સેક્સન 80C હેઠળ ટેક્સ કપાય છે અને નોકરિયાતના લોકોને ટેક્સ યોજના માટે મદદ કરે છે.

ટેક્સ અને નોનટેક્સ ઈન્કમને સમજો

એચઆરએ પર ટેક્સ છૂટનો નિયમ કંઇક આ પ્રકારે છે. 1- તમારે એચઆરએમાં મળી રહી છે પૂરી રકમ. 2- જો તમે મહાનગરમાં કામ કરી રહ્યાં છો તો બેસિક સેલરીના 50 ટકા જ્યારે મહાનગરમાં નથી તો બેસિક સેલરીના 40 ટકા બરાબરની રકમ, અને 3- તમે દર મહિને જેટલુ ભાડુ ચૂકવી રહ્યાં છો, તેમાંથી બેસિક સેલરીના 10 ટકા ઘટાડીને…આ ત્રણમાંથી જે પણ સૌથી ઓછુ છે, તેટલી રકમ ટેક્સ ફ્રી થઇ જાય છે.

સમજો HRA ટેક્સનો નિયમ

સામાન્ય રીતે પગારદારી કમર્ચારીઓ નાણાકીય વર્ષના અંતમાં કરમાં બચત કરવા અંગે વિચાર કરતા હોય છે જયારે, તેમણે તેમના એમ્પ્લોયરને કર બચત રોકાણોના પુરાવા સબમિટ કરવા પડતા હોય છે. જેને કારણે તેઓ ઝડપથી રોકાણ કરવા તરફ દોડે છે જેમાં તેમને રિસર્ચ કરવાનો અને જુદા જુદા માધ્યમો સમજવાનો સમય નથી મળતો. જેથી, તેથી અમે એક ચિટ શીટ તૈયાર કરવાનું નક્કી કર્યું છે જે તમને કર બચત કરવા માટે વધુમાં વધુ મદદ કરશે. હર્ષ જૈને આગળ જણાવ્યું હતું.

ઘરનું ભાડૂ અલાઉન્સ ક્લેમ કરો

તેવામાં ઉપરની સેલરી સ્ટ્રક્ચર અનુસાર તમારે એચઆરએમાં વાર્ષિક 2.88 લાખ રૂપિયામાં મળી રહ્યા છે, પરંતુ તમે 2.42 લાખ રૂપિયા પર જ ટેક્સ છૂટ લઇ શકો છો કારણ કે એચઆરએ કેલ્ક્યુલેશન રૂલની ત્રણ શરતો અનુસાર, તમારે વધુમાં વધુ આ રકમ પર છૂટ મળી શકે છે. તેથી માની લો કે તમે 25 હજાર રૂપિયા માસિક ભાડુ ચુકવી રહ્યા છો તો તમારુ વાર્ષિક ભાડુ 3 લાખ રૂપિયા હશે. નિયમ અનુસાર, 3 લાખ રૂપિયામાં બેસિક સેલરીના 10 ટકા અથવા 57,600 રૂપિયા ઘટાડવા પડશે, જે બચીને 2,42,400 રૂપિયા છે. તમને આ રકમ પર ટેક્સ છૂટ મળશે.

સેલરી

ટેક્સ અને નૉન ટેક્સ ઇનકમને સમજો

તે પણ જરૂરી છે. તે અંતર્ગત પહેલા તમારે તે જાણવુ જરૂરી છે કે તમારી આવકના કેટલા પૈસા ટેક્સ ચુકવવા પાત્ર છે. તેથી ટેક્સ પ્લાનિંગ પહેલા તે સુનિશ્વિત જરૂર કરી લો કે વેતનભોગી કર્મચારી રૂપે, તમારા વેતનમાં કર પાત્ર અને બિનકરપાત્ર ભાગ કેટલો છે. આ વિશે સ્પષ્ટ જાણકારી હાંસેલ કરો કે તે કયા સેક્શન છે જે અંતર્ગત તમારા એમ્પ્લોયર તમને ચુકવણી કરી રહ્યાં છે અને તેમાંથી કયા કરમુક્ત છે. તમારી પે-સ્લિપ પર આ અંગે સમગ્ર સૂચના હોય છે. તમારી ઑફિસની એચઆર ટીમ સાથે પણ આ અંગે મદદ લઇ શકો છો.

ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત અલગ અલગ સેક્શન સમજો-

ટેક્સ બચતને લઈને તેના માટે અલગ અલગ વર્ગોને સમજવા જરૂરી છે. ટેક્સ બચત રોકાણ વિકલ્પ માટે લોકોની વચ્ચે સેક્શન 80 સી ફક્ત લોકપ્રિય છે. સાતે જ 80D, 80 EE, 80G જેવા અન્ય સેક્શન પણ છે. જે કર લાભ દેતા છે. તેનો ઉપયોગ પણ કરો.

અમુક ખર્ચા પર પણ મળે છે ટેક્સ છૂટ-

તમારી જીંદગીમાં દરરોજના અમુક ખર્ચા એવા છે, જેના પર આપને ટેક્સ છૂટ મળે છે. જેમ કે, સરકાર આપના બાળકોની ટ્યૂશન ફી, બિમા પ્રિમિયમ, ડોનેશન જેવા ખર્ચા પર ટેક્સ છૂટ મળે છે. તેને પણ જરૂરથી બતાવો.

અલાઉન્સ અને કૂપન્સ વિશે સમજો


સેલરીમાં મળતા અલાઉન્સ અને કૂપન પર કોઇ ટેક્સ નથી લાગતો. આ વિશે તમારે જાણવુ જરૂરી છે. તેથી તમારી સેલરીમાં જો આ હિસ્સો જોડાયેલો છે તો તમને ટેક્સ બચત કરવામાં મદદ મળશે.

લીવ ટ્રાવેલ અલાઉન્સ


એલટીએ પર પણ ટેક્સ છૂટ મળે છે. જો કે ટ્રિપ દરમિયાન થતા ખર્ચને દેખાડીને તમે ટેક્સ છૂટ હાંસેલ નથી કરી શકતા.ં તેનું ધ્યાન રાખો.

બચેલી રજાના પૈસા લેવા પર પણ ટેક્સમાં છૂટ મળી શકે છે. જો કે તેના માટે કેટલીક શરતો છે. સામાન્ય રીતે આ પૈસા પર ટેક્સ લાગે છે. આ વિશે પોતાના એમ્પ્લોયર પાસેથી જાણકારી જરૂર પ્રાપ્ત કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો