Last Updated on March 21, 2021 by
ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિના એટલે કે માર્ચ મહિનો ચાલી રહ્યો છે. મોટા પ્રમાણમાં ટેક્સપેયર્સ ટેક્સ સેવિંગ માટે ઘણા વિકલ્પોમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ઈક્વિટી લિંક્ડ સેવિગ્સ સ્કીમ એટલે કે ELSSને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. ELSSમાં રોકાણની રકમને ઈક્વિટી માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે.
શું છે ELSS ?
ELSS એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની શ્રેણીમાં છે. જેમાં રોકાણ પર આવકવેરા અધિનિયમની કલમ 80સી હેઠળ ટેક્સની છુટ આપવામાં આવી છે. તેની સૌથી સારી વાત તો એ છે કે તેમાં માત્ર 3 વર્ષનો લોક-ઈન પીરિયડ હોય છે.
1 વર્ષમાં આપ્યું 60 ટા રિટર્ન
પાછલા વર્ષે ELSS મ્યુચ્યુઅલ ફંડે સરેરાશ રિટર્ન લગભગ 25 ટકા આપ્યું છે. સૌથી સારૂ પ્રદર્શન કરનારી સ્કિમે 60 ટકા રિટર્ન આપ્યું છે. આ શ્રેણીમાં ખરાબ પ્રદર્શન કરનારીએ તે સમયમાં 11.5 ટકા રિટર્ન આપ્યું હતું. માસ્ટર કેપિટલ સર્વિસિઝના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પાલ્કા ચોપડાએ જણાવ્યું છે કે, જો અમે પાછલા વર્ષમાં ELSS યોજનાઓનું રિટર્ન જોઈએ તો 35 ટકાથી વધારે રિટર્ન મળ્યું છે.
લોક ઈન પીરિયડ પૂર્ણ થયા બાદ પણ કરી શકો છો રોકાણ
ઈક્વિટી લિંક્ટ સેવિગ્સ સ્કિમમાં 3 વર્ષનો લોકઈન પીરિયડ સમાપ્ત થયા બાદ પણ તેમાં રોકાણ કરી શકો છો. ફંડ હાઉસ કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર્સના માધ્યમથી ELSSમાં રોકાણ કરી શકાય છે. જાતે નિર્ણય કરવા કરતા કોઈ જાણકારની સલાહ લેવી જોઈએ.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31