Last Updated on March 30, 2021 by
Tax પર છૂટ મેળવવા માટે રોકાણ કરવુ જરૂરી હોય છે. રોકાણના અનેક ઓપ્શન છે. પરિણામે આ નાણાકીય વર્ષમાં રોકાણ કરવા માટે વધુ સમય નથી બચ્યો. 31 માર્ચ સુધી જે રોકાણ કરવામાં આવશે, તેના પર જ Taxમાં છૂટ મેળવી શકાશે. Tax બચાવવા માટેનો એક રસ્તો નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) છે. NPS દ્વારા 9.5 લાખ રૂપિયા સુધીનો Tax બચાવી શકાય છે પરંતુ આ બચત 3 અલગ અલગ ડિડક્શન દ્વારા શક્ય છે.
આ રીતે મેળવો Tax પર છૂટનો લાભ
ઇનકમ ટેક્સના સેક્શન 80CD (1), જે 80C અંતર્ગત જ આવે છે, તેમાં 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરીને તેના પર Tax બચાવી શકાય છે. મહત્તમ રોકાણ અથવા તો બેસિક સેલરીના 10 ટકા હોઇ શકે છે અથવા તો 1.5 લાખ રૂપિયા. તેમાંથી જે પણ ઓછુ હોય તેના પર Taxમાં છૂટનો લાભ મળશે.
ઇનકમ ટેક્સના સેક્શન 80 CCD (1B) અંતર્ગત 50 હજાર રૂપિયાનું વધારાનું રોકાણ કરી શકાય છે. તે 80Cના રોકાણથી અલગ હશે. તેમાં પણ ટેક્સમાં છૂટનો લાભ મળે છે.
ઇમકમ ટેક્સના સેક્શન 80 CC (2) અંતર્ગત એમ્પ્લોયર તરફથી કર્મચારીના ટિયર-1 એનપીએસ એકાઉન્ટમાં યોગદાન આપવામાં આવે છે. તેમાં કર્મચારીની સેલરીનાં મહત્તમ 10 ટકા (કેન્દ્રીય સરકારના કર્મચારીઓના મામલે 14 ટકા) સુધી યોગદાન કરી શકાય છે. આ ડિડક્શન નવી ટેક્સ સિસ્ટમમાં પણ શક્ય છે.
2 લાખથી વધુની આવક પર ટેક્સમાં છૂટ
એનપીએસમાં રોકાણ કરીને સેક્શન 80CCd (1) અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ બચાવી શકાય છે. આ ઉપરાંત 90CCD (1B) અંતર્ગત 50 હજાર રૂપિયા સુધી ટેક્સ બચાવી શકાય છે. 80CC (2) અંતર્ગત બેસિક સેલરીના 10 ટકા ટેક્સ છૂટમાં આવશે. આ રીતે જોઇએ તો કુલ એનપીએસમાં જ 2 લાખથી વધુની આવક પર ટેક્સમાં છૂટ મળી શકે છે.
જો એમ્પ્લોયર તરફથી કર્મચારીની સેલરીના 10 ટકા તેના એનપીએસ એકાઉન્ટમાં નાંખવામાં આવે તો એનપીએસમાં રોકાણ કરીને 9.5 લાખ રૂપિયા સુધી બચાવી શકાય છે. જો કે આ તેના પર આધારિત છે કે સેલરી કેટલી છે.
જો સેલરી 50 હજાર રૂપિયા પ્રતિ મહિના છે, તો 2.6 લાખ રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ લઇ શકાય છે. સાથે જ જો તમારી સેલરી 6.25 લાખ રૂપિયા પ્રતિ મહિના અથવા તેથી વધુ છે તો મહત્તમ 9.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ફક્ત એનપીએસ દ્વારા જ મેળવી શકાય છે. તેમાં 7.5 લાખ રૂપિયાનું રોકાણ 80cc (2) અંતર્ગત મળી જશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31