Last Updated on March 6, 2021 by
આવકવેરા વિભાગ દ્વારા 3 માર્ચે મોટી કાર્યવાહી કરતા બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કાશ્યપના ઘરે રેડ કરી હતી. જણાવવામાં આવી રહ્યું હતું કે આ રેડ ફેન્ટમફિલ્મની ટેક્સ ચોરીના મામલે કરવામાં આવી હતી. હાલની અપડેટ્સ મુજબ, આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત સુધી અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુએ 650 કરોડના ટેક્સની અનિયમિતતા મામલે પૂછપરછ કરી છે. આ બધા વચ્ચે હવે ત્રણ દિવસ પછી તાપસી પન્નુએ પોતાના પર લાગેલ આરોપ પર ચુપ્પી તોડી છે.
તાપસીએ ટ્વીટ દ્વારા કરી સ્પષ્ટતા
તાપસી પન્નુએ ટ્વીટ કર્યું, ‘ત્રણ દિવસમાં ત્રણ વસ્તુની તપાસ – 1. પેરિસના એ બંગલાની ચાવી જે કથિત રૂપથી મારી છે, કારણ કે ગરમી ની છુટ્ટી આવી રહી છે. 2. પાંચ કરોડની કથિત રસીદ જે ભવિષ્ય માટે છે કારણ કે મને પૈસાના હોવાનો ઇનકાર કર્યો. 3. આપણી મામનીય નાણામંત્રી મુજબ મારા ઘરે 2013માં રેડ પડી હતી …P.S- હવે ‘આટલી સસ્તી નથી.’
શું કહ્યું હતું નાણામંત્રીએ
ઉલ્લેખનીય છે કે આઇટી વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હાતો કે પાંચ કરોડની રોકડ ચુકવણી કરવામાં આવી હતી અને એની રસીદ એના ઘરમાંથી મળી છે. ત્યાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, 2013માં પણ એવી જ કાર્યવાહી થઇ હતી ત્યારે યુપીએ સરકાર પર કોઈએ આંગળી ન ઉઠાવી હતી હવે બનાવવામાં આવી રહ્યું છે. એના પર તાપસીએ સ્પષ્ટતા કરી છે.
તાપસીએ ટ્વીટ્સમાં સ્પષ્ટ કરી છે કે ત્રણ વસ્તુના આધારે એમના ઘરે રેડ કરવામાં આવી હતી. એક્ટ્રેસે આ ટ્વીટ દ્વારા એ વ્યક્ત કર્યું કે એમના પર લાગેલ આરોપ ખોટા છે. હાલ આઇટી વિભાગની તપાસ ક્યાં શુદ્ધિ પહોંચી છે અને એનું નિષ્કર્ષ શું આવે છે એની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31