Last Updated on February 25, 2021 by
તમિલનાડૂના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ ગુરૂવારે રાજ્યના 9, 10 અને 11માં ધોરણના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગળના ક્લાસમાં મોકલવાની જાહેરાત કરી છે.
નિષ્ણાંતો સાથેની મીટિંગ બાદ લેવાયો નિર્ણય
સીએમ પલાનીસ્વામીએ કહ્યુ હતું કે, કોરોના વાયરસ મહામારી ટિચર્સ અને વિદ્યાર્થીઓ માટે મોટો પડકાર બનીને સામે આવ્યો છે. ત્યારે આવા સમયે રાજ્ય સરકારે એક્સપર્ટ સાથે ચર્ચા કરી, વાલીઓ સાથે પણ ચર્ચા કરીને આવો વિચાર કર્યો છે. જેને 2020-21માં એકેડમિક ઈયરમાં વાર્ષિક અથવા બોર્ડ પરીક્ષા આપવાની છે. જેમાં સરકારે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વિના આગળના ક્લાસમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો છે.
એજ્યુકેશન ચેનલ દ્વારા અભ્યાસ
અહીં ઉલ્લેખનીય છે કે, તમિલનાડૂમાં કોરોના વાયરસની મહામારીના કારણે ત્યાં સ્કૂલો બંધ છે. કોરોના મહામારી ફેલાતા રોકવા માટે 25 માર્ચ 2020થી શાળાઓ બંધ છે. જેનાથી ઘણા બધા અંશે કોરોના કાબૂ કરવામાં મદદ મળી છે. ત્યાર બાદ અહીં સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓને સરકારી એજ્યુકેશનલ ચેનલ દ્વારા અભ્યાસ કરાવામાં આવે છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31