Last Updated on March 27, 2021 by
હાલ પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. આગામી દિવસોમાં તમિલનાડૂમાં પણ ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ પ્રચારમાં લાગી ગયા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ કોયમ્બતૂર પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપ ઉમેદવાર વાનતી શ્રીનિવાસન માટે ચૂંટણી અભિયાનમાં જોડાયા હતા, અને પારંપરિક નૃત્ય કરતા દેખાયા હતા. તમિલનાડૂમાં 6 એપ્રિલના રોજ મતદાન થવાનું છે.
#WATCH Coimbatore: Union Minister Smriti Irani performs traditional dance* with BJP workers, as a part of election campaigning for Vanathi Srinivasan, the party's candidate from Coimbatore South constituency.#TamilNaduElections pic.twitter.com/1S6zQF2RgL
— ANI (@ANI) March 27, 2021
શનિવારે કેન્દ્રીય મંત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ પારંપરિક નૃત્ય કરતા દેખાયા હતા. ઈરાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વાનતી શ્રીનિવાસના સમર્થનમાં ડાંસ કરી રહી છે. શ્રીનિવાસ દક્ષિણ કોયમ્બતૂરમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. તમિલનાડૂમાં AIADMK અને DMK વચ્ચે કાંટાની ટક્કર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31