GSTV
Gujarat Government Advertisement

ઘરના એક સભ્યને સરકારી નોકરી, કેબલ, ગેસ, ટેબલેટ અને વોશિંગ મશીન ફ્રી : પાર્ટીઓનો વાયદાઓનો વરસાદ, અલગ મંત્રાલય ખોલશે

Last Updated on March 17, 2021 by

ચૂંટણીમાં મતદારોને લોભાવવા માટેના વાયદાને લઈને તામિલનાડુના રાજકીય પક્ષો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તામિલનાડુમાં આ વખતે યોજાનારી ચૂંટણીમાં પણ વાયદાઓનો વરસાદ થઈ રહ્યો છે. ભાજપ સાથે જોડાણ કરીને ચૂંટણી લડી રહેલી સત્તાધારી પાર્ટી એઆઈએડીએમકેએ તો વાયદાઓનો પટારો ખોલી નાંખ્યો છે. એઆઈએડીએમકેએ જાહેર કર્યું છે કે, દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે, ઉપરાંત એક વોશિંગ મશિન અને ગરીબ પરિવારોને ફ્રી કેબલ કનેક્શન પણ અમે આપીશું.

ફ્રીમાં સોલર ગેસ સગડી સાથે વર્ષમાં 6 સિલિન્ડર

રસોઈ ગેસની વધતી જતી કિંમતોથી લોકો પરેશાન છે ત્યારે એઆઈએડીએમકે દ્વાર લોકોને ફ્રીમાં સોલર ગેસ સગડી આપવાનું અને દરેક પરિવારને વર્ષમાં 6 સિલિન્ડર ફ્રી આપવાનો પણ વાયદો કરાયો છે.

ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો કરીશું

તેની સામે હરીફ પાર્ટી ડીએમકે દ્વારા જાહેરાત કરાઈ છે કે, જો અમે સત્તા પર આવ્યા તો ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો કરીશું. ઉપરાંત સરકારી સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને ફ્રી ટેબલેટ આપવાનો વાયદો કર્યો છે. ધો 9થી 11ના વિદ્યાર્થીઓને ફ્રી ભોજન પણ આપવામાં આવશે.

બંને પાર્ટીઓએ મેટરનિટી લીવ 6 મહિનાથી લંબાવીને એક વર્ષ કરશે

મહિલાઓને લોભાવવા માટે પણ બંને પાર્ટીઓએ મેટરનિટી લીવને 6 મહિનાથી લંબાવીને એક વર્ષ કરવાની જાહેરાત કરી છે. ડીએમકેએ તો એક ડગલું આગળ વધીને કહ્યુ છે કે, મેટરનિટી લીવની સાથે સાથે 24,000 રુપિયાની સહાય પણ અમારી સરકાર કરશે. સાથે સાથે દરેક રેશન કાર્ડ ધારકને એક વખત માટે 4000 રુપિયા અપાશે. તીર્થ યાત્રા માટે એક લાખ ભાવિકોને 25-25000 રુપિયા પણ આપવામાં આવશે. ડીએમકેએ કરેલા વાયદાઓની સંખ્યા 500 જેટલી થવા જાય છે. જેને પૂરા કરવા માટે એક અલગ મંત્રાલય બનાવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો