GSTV
Gujarat Government Advertisement

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: જેઠાલાલે લીધી કોરોનાની રસી, સોશિયલ મીડિયા પર શેર કર્યા પોતાના અનુભવ

Last Updated on April 2, 2021 by

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાની શાનદાર એક્ટીંગ માટે જાણીતા જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીએ કોરોના વૈક્સીન લગાવી લીધી છે. એક્ટરે ગુરૂવારે આ અંગે જાણકારી આપી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર કોરોના વૈક્સિનને લઈને પોતાનો અનુભવ શેર કર્યો હતો. સાથે જ તેમણે ફેન્સને અપીલ પણ કરી હતી.

દિલીપ જોશીએ સોશિયલ મીડિયા પર લખ્યુ હતું કે, અસલી મજા તો બધાની સાથે આવે છે. મારી પત્ની અને મારા બાળકો સાથે મેં પણ આજે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો. જો પણ તમે કોરોનાની રસી લેવા માટે સક્ષમ હોવ તો, જરૂરથી વૈક્સિનેશન લગાવી લો. હોલી સ્પિરીટ હોસ્પિટલનો ખાસ આભાર માનતા પોતાના અનુભવ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર દિલીપ જોશીએ આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. દિલીપ જોશીની આ પોસ્ટ પર ફેન્સ તેમને ખૂબ શુભકામના આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, દિલીપ જોશી ઉપરાંત મહાનાયક અમિતાભ બચ્ચને પણ કોરોનાની રસી લીધી છે. તેમણે પોતાની તબિયતને લઈને વિસ્તારથી વાત કરી હતી.

અમિતાભ બચ્ચનને પણ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કોરોનાની રસી લગાવી છે. અભિનેતાએ ગુરુવારે કોવિડની રસી લગાવી છે. આ માહિતી તેમણે ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે અને તેના સ્વાસ્થ્ય વિશે પણ વિગતવાર સમજાવ્યું છે. અમિતાભે કહ્યું છે કે તેમના પરિવારે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ પણ લીધો છે.

અમિતાભ બચ્ચનને લીધી કોવિડ રસી

ટ્વીટ કરીને અમિતાભે લખ્યું છે – આજે બપોરે લાગી ગઈ છે… બધુ બરાબર છે. તે પોતાના બ્લોગ દ્વારા મહાનાયકે આ એક્સપીરિયંસ વિશે વિગતવાર વાત કરી છે. તે જણાવે છે કે, કાલે પરીવાર સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિઝલ્ટ પણ આવી ગયુ છે. તમામ નેગેટિવ છે. માટે વેક્સિન લઈ લીધી છે. માત્ર અભિષેક સિવાય તમામને લાગી ગઈ છે. તે હાલ કોઈ બીજી જગ્યાએ છે. જલ્દી લગાવી લેશે. એકટરનું આ ટ્વિટ વાયરલ થયુ છે. ફેન્સ તેની તબિયતને લઈને હંમેશા ચિંતામાં રહે છે. એવામાં તેની વેક્સિન લગાવાના સમાચાર રાહતના સમાચાર છે.

કોરોનાનો શિકાર થયો હતો બચ્ચન પરિવાર

તમને જણાવી દઈએ કે, ગત વર્ષે અમિતાભ બચ્ચનને કોરોના થઈ ગયો હતો. તેની સાથે અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાને પણ કોવિડનો શિકાર થઈ ગયા હતા. ચતે તમામ કેટલાક દિવસો સુધી હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને પોતાની સારવાર કરાવી હતી. હવે જયારે બચ્ચન પરિવારને વેક્સિન લાગી ગઈ છે, એવામાં આ મહામારીથી લડવા માટે તેને મોટુ સૂરક્ષા કવચ મળી ગયુ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો