Last Updated on March 5, 2021 by
સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની આગ હજુ સંપૂર્ણ રીતે ઠંડી પડી નથી. આ કેસની તપાસ સતત ચાલી રહી છે અને આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સ કનેક્શન કેસમાં (કેસ નંબર 16/20) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NCBના ચીફ સમીર વાનખેડે પોતે ચાર્જશીટ ફાઇલ કરવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. જણાવી દઇએ કે તેને NCBની ભાષામાં કમ્પેંટ કહેવાય છે અને પોલીસની ભાષામાં ચાર્જશીટ કહેવામાં આવે છે.
આશરે 30 હજાર પાનાની છે NCBની આ ચાર્જશીટ
હજારો પાના (30 હજારથી વધુ પાના) ની આ ચાર્જશીટ આજે NCB દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પુરાવા 12 હજાર પાનાની હાર્ડ કોપી અને સીડીમાં આપવામાં આવ્યા હતા. NCB મુંબઇ યુનિટ દ્વારા આજે બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસમાં કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જણાવી દઇએ કે સુશાંત કેસની તપાસ દરમિયાન ઇડીને ડ્રગ્સ સંબંધિત ચેટ મળી હતી, ત્યારબાદ ઇડીએ ચેટને NCBને સોંપી હતી. આ પછી, આ કેસમાં NCBની એન્ટ્રી થઈ હતી અને તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી હતી. કબજે કરાયેલા ડ્રગ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ફોરેંસિક રિપોર્ટ તથા સાક્ષીઓના નિવેદનના આધારે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ચાર્જશીટમાં આરોપી તરીકે રિયાનું નામ
NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા અને ક્ષિતિજ પ્રસાદ છે. ચાર્જશીટમાં આરોપી તરીકે રિયાની નજીકના લોકો અને ડ્રગ પેડલરના નામનો પણ સમાવેશ થાય છે. આ તમામની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31