Last Updated on March 10, 2021 by
મકાન માલિક અને ભાડૂઆતની ઝઘડા એ કોઈ પણ જગ્યાએ હવે સામાન્ય બાબત બની ગઈ છે. વિવાદ વધતા ઘણા બધા કેસો કોર્ટમાં પણ જતાં હોય છે અને ચુકાદાઓ પણ આવે છે. જો કે, સુપ્રીમ કોર્ટની સામે એક એવો કે આવ્યો કે, જેને કોર્ટે ‘ક્લાસિક’ કેસ કહ્યો હતો. ન્યાયિક પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે, આ આધારે સુપ્રીમ કોર્ટે આ કેસને ક્લાસિક કેસની સંજ્ઞા આપી છે.
ભાડૂઆત ભરશે દંડ અને 11 વર્ષનું મકાન ભાડૂ પણ…
સુપ્રીમ કોર્ટે એક ભાડૂઆત વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં મકાન માલિકને તેની પ્રોપર્ટીથી 3 દાયકા સુધી અળગો રાખ્યો હતો. કોર્ટે ભાડૂઆત પર 1 લાખનો દંડની સાથે સાથે માર્કેટ રેટ પર 11 વર્ષનું ભાડૂ આપવાનો આદેશ પણ આપ્યો છે.
મકાન માલિક- ભાડૂઆતનો ક્લાસિક કેસ
મકાન માલિક-ભાડૂઆતનો ક્લાસિક કેસ બેંચના જસ્ટિસ કિશન કૌલ અને આર સુભાષ રેડ્ડીએ કહ્યુ હતું કે, કોઈના પણ હકને ઝૂંટવી લેવા માટે કોઈ વ્યક્તિ કઈ રીતે કાયદાનો દુરૂપયોગ કરી શકે ? આ કેસ તેનું ક્લાસિક ઉદાહરણ છે. આ મામલો પશ્ચિમ બંગાળના અલીપુરમાં એક દુકાનને લઈને આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બેંચે તેને આદેશ આપ્યો છે કે, દુકાનને કોર્ટના આદેશ બાદ 15 દિવસની અંદર મકાન માલિકને સોંપી દેવામાં આવે.
માર્કેટ રેટ પર અત્યાર સુધીનું ભાડૂ ચુકવવાનું રહેશે
કોર્ટે ભાડૂઆતને આદેશ આપ્યો હતો કે, માર્ચ 2010થી અત્યાર સુધીમાં રેટ પર જે પણ ભાડૂ થાય છે. તે ત્રણ મહિનાની અંદર મકાન માલિકને ચુકવવાનું રહેશે. આ ઉપરાંત ન્યાયિક સમયની બરબાદી અને મકાન માલિકને કોર્ટમાં ઢસડવાને લઈને સુપ્રીમ કોર્ટે ભાડૂઆત પર એક લાખનો દંડ ફટકાર્યો હતો.
શું હતો સમગ્ર મામલો
હકીકતમાં આ મામલો 1967નો છે. જ્યારપે લબન્યા પ્રવા દત્તાએ અલીપુરમાં પોતાની દુકાન 21 વર્ષ માટે લીઝ પર આપી હતી. લીઝ ખતમ થયાં બાદ 1988માં મકાન માલિકે ભાડૂઆત પાસે દુકાન ખાલી કરવા માટે કહ્યું. જો કે, આવું થયું નહીં. ત્યારે 1993માં સિવિલ કોર્ટમાં ભાડૂઆતને હાંકી કાઢવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો. જેનો ચુકાદો 2005માં મકાન માલિકના પક્ષમાં આવ્યો.
ત્યાર બાદ 2009માં કેસ ફરીવાર દાખલ થયો અને 12 વર્ષ સુધી લાંબો ચાલ્યો. આ કેસ દેવાશિષ સિંહા નામના વ્યક્તિએ દાખલ કર્યો હતો. જે ભાડૂઆતનો ભત્રીજો હતો. દેવાશિષનો દાવો હતો કે, તે ભાડૂઆતનો બિઝનેસ પાર્ટ્નર પણ છે. જો કે, કોર્ટે દેવાશિષની અરજીને ફગાવી દીધી હતી. અને તેને માર્ચ 2020થી માર્કેટ રેટ પર ભાડૂ આપવા જણાવ્યુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31