Last Updated on March 29, 2021 by
સુપ્રીમ કોર્ટે કોર્ટના આદેશનું પાલન ન કરી અવમાનના કરવા બદલ એક શખ્સને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે અગાઉ આ શખ્સને તેનાથી અલગ રહેતી પોતાની પત્નીને ભરણપોષણ માટે મહિને ચોક્કસ રકમ આપવા આદેશ આપ્યો હતો,
જોકે તે પૈસા તેને નહોતા આપ્યા અને મહિનાઓથી એકઠા થયેલા આ પૈસાની રકમ 2.60 કરોડ રૃપિયાએ પહોંચી ગઇ હતી. કોર્ટે મહિને પત્નીને 1.75 લાખ રૃપિયા આપવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી કોઇ જ રકમ આ શખ્સે નહોતી આપી તેથી તે વધીને આટલે સુધી પહોંચી ગઇ હતી.
કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે પતીને પહેલા જ આ ભરણપોષણની રકમ જમા કરવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો. સુપ્રીમની બેંચે હાલના આદેશમાં કહ્યું કે અમે પતીને આ કેસમાં પહેલા જ ઘણો સમય આપી દીધો છે. જોકે તેની કોઇ જ અસર નથી જોવા મળતી, માટે કોર્ટની અવમાનના કરવા બદલ પતીને સિવિલ જેલમાં ત્રણ મહિના સુધી કેદ રાખવાનો આદેશ આપવામા આવે છે.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે પતિને 19 ફેબુ્રઆરીના આદેશમાં જ કહી દેવામાં આવ્યું હતું કે તે પોતાનાથી અલગ રહેતી પત્નીને ભરણપોષણની ચોક્કસ રકમ આપી દે નહીં તો તેને જેલની સજા થઇ શકે છે. તેમ છતા પતીએ આ ભરણપોષણ નહોતુ આપ્યું. પતિ ટેલીકોમ સેક્ટરમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા ક્ષેત્રમાં કામ કરે છે. તે દાવો કરી ચુક્યો છે કે તેની પાસે કોઇ જ પૈસા નથી. આ રકમ ચુકવવા માટે તેણે બે વર્ષનો સમય માગ્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31