Last Updated on March 15, 2021 by
સુપ્રિમ કોર્ટે સોમવારે રાઈટ ટુ રિજેક્ટના મુદ્દા ઉપર આવેલી અરજી બાદ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ બજાવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કોઈ જગ્યા ઉપર જો નોટાને અન્ય ઉમેદવારો કરતા વધારે વોટ મળે તો ત્યાં ચૂંટણી રદ્દ કરવામાં આવે અને બીજી વખત ચૂંટણી કરવામાં આવે.
કાનૂન મંત્રાલય અને ચૂંટણીપંચને નોટિસ
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા બોબડેની અધ્યક્ષતા વાળી બેંચમાં કેન્દ્રીય કાનુન મંત્રાલય અને ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે. આ બેંચમાં સીજેઆઈ સિવાય જસ્ટીસ એએસ બોપન્ના અને રામસુબ્રમણ્યમનો પણ સમાવેશ થાય છે. સુપ્રિમકોર્ટમાં સિનિયર એડવોકેટ મનેકા ગુરૂસ્વામીએ અરજીકર્તાનો પક્ષ રાખ્યો હતો.
રાઈટ ટુ રિજેક્ટના આ મામલામાં સુપ્રિમ કોર્ટમાં અરજી ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયે દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નોટાને બાકીના ઉમેદવારો કરતા વધારે મત મળે તો ચૂંટણી રદ્દ કરવી અને ચૂંટણીમાં તે ઉમેદવારે લડવા નહીં દેવામાં આવે જે પહેલી ચૂંટણીમાં ભાગ લઈ ચુક્યાં છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાઈટ ટુ રિજેક્ટ અને નવા ઉમેદવારોની પસંદગી કરવામાં ભારતના વોટર્સની તાકાતમાં વધારો થશે. તે અયોગ્ય ઉમેદવારો સામે પોતાનો વિરોધ નોંધાવી શકશે. જો લોકોને ચૂંટણીમાં ભાગ લઈ રહેલા તમામ ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ પસંદ નહીં હોય તે તે નોટાને પસંદ કરી શકે છે. જેમાં તે બીજી વખત ચૂંટણીમાં પોતાની પસંદગીના ઉમેદવારોની પસંદગી કરી શકશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31