Last Updated on March 15, 2021 by
સુપ્રીમ કોર્ટમાં સોમવારે મરાઠા અનામત મુદ્દે પાંચ જજોની બેંચ સામે સુનવણી શરૂ થઈ ચુકી છે. કોર્ટમાં તમિલનાડુ અને કેરળ સરકાર તરફથી આ મામલે સુનવણી ટાળવાની અપીલ કરવામાં આવી છે. કેરળ અને તમિલનાડુની સરકારોનું કહેવું છે કે ચૂંટણીના કારણે આ સુનવણીને ટાળવી જોઈએ, કારણ કે આ પોલીસી સાથે જોડાયેલો નિર્ણય હશે. એવામાં સરકાર હાલ કોઈ પક્ષ લઈ શકે નહી.
જોકે સુપ્રીમ કોર્ટેનું કહેવું છે કે સરકાર પાસે પોતાનો જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય છે. સરકારો પોતાનો લેખિત જવાબ તૈયાર કરે અને કોર્ટને આપે. હાલ માત્ર આ બાબત પર ફોક્સ છે કે ઈંદ્રા સાહની જજમેન્ટ ફરીથી જોવાની જરૂર છે કે નહી.
ઉલ્લેખનિય છે કે આ પહેલાની સુનવણીમાં સુપ્રીમ કોર્ટ તરફથી તમામ રાજ્યોને પુછવામાં આવ્યું હતું કે અનામતની મર્યાદા 50%થી વધારવામાં આવી શકે છે. કોર્ટે દરેક રાજ્યનો મત માંગ્યો હતો કારણ કે આ નિર્ણયની અસર ઘણી વ્યાપક થઈ શકે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31