Last Updated on March 2, 2021 by
મંગળવાર સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ પોતાની એક ફિલ્મનું શૂટીંગ કરવા ગોરેગાંવ પૂર્વમાં આવેલા ફિલ્મ સિટીમાં અજય દેવગન જઈ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મ સિટીના ગેટથી થોડે દૂર પહેલા રાજદીપ નામના શખ્સે ગાડી રોકી અન હોબાળો કર્યો હતો. પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે. રાજદીપ નામના શખ્સે, અજય દેવગનને કહ્યુ હતું કે, દિલ્હીમાં ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, તમે એમના સમર્થનમાં કોઈ ટ્વિટ કેમ નથી કરતા ?
લગભગ 15 મીનિટ સુધી અજય દેવગનની ગાડી રોક્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે અજય દેવગનને સુરક્ષિત રીતે બચાવી ફિલ્મ સિટીની અંદરના ગેટ સુધી મુકી ગયા હતા. તો વળી આ ઘટના સામે આવ્યા બાદ દિંડોશી પોલીસે અજય દેવગનની ગાડી રોકનારા સરદારની ધરપકડ પણ કરી લીધી છે.
ગાડી રોકનારા વ્યક્તિના મિત્રએ જણાવ્યુ હતું કે, તે ફક્ત ખેડૂતોના હકમાં અજય દેવગન સાથે વાત કરવા માટે ગયો હતો. તેમાં કોઈ મોટો ગુનો તો નથી જ કર્યો. તો પછી પોલીસે તેની ધરપકડ કેમ કરી છે ? અજય દેવગનની ગાડી રોકનારા શખ્સ વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ 341, 504, 506 અંતર્ગત ફરિયાદ નોંધી છે. પોલીસ રાજદીપનું બેકગ્રાઉન્ડ પણ ખંગાળી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31