Last Updated on March 21, 2021 by
દેશની રાજધાની દિલ્લીમાં તંત્ર-મંત્ર અને અંધવિશ્વાસમાં એક અઢી વર્ષના માસૂમની નિર્મમ હત્યા કરવામાં આવી છે. એટલુ જ નહીં તેના મૃતદેહને કોથળામાં બાંધીને ફેંકી દેવામાં આવ્યું છે. મૃતકના પરિવારનો આરોપ છે તે પડોશમાં રહેનારી મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે માસુમની બલી ચડાવી છે. તે બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
આ કિસ્સો દિલ્લીના રોહિણી સ્થિત રિઠાલા વિસ્તારનો છે. જ્યાં ભાડે રહેતી એક નિલંકાન મહિલાએ સંતાન પ્રાપ્તિ માટે તંત્ર-મંત્રના ચક્કરમાં પોતાના જ પડોશમાં રહેતા અઢી વર્ષના બાળકની બલી ચડાવી દીધી છે. મૃતક માસુમના પરિજનોએ જણાવ્યું હતુ કે, વિતેલા શનિવારની સવારે બાળક ઘરેથી અચાનક ગાયબ થઈ ગયો છે. જે બાદ ઘણી શોધખોળ કર્યાં બાદ પણ મળી આવ્યો ન હતો. બાદમાં આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચેલી ટીમે બાળકની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પોલીસને ઘરના પાછળના ભાગમાં એક કોથળો દેખાયો જે ખોલ્યો તો તેમાથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
તે બાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહિણીના આંબેડકર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કરતા પોલીસે મકાનમાં રહેતા એક ડઝન જેટલા લોકોની પૂછપરછ કરી અને આસપાસમાં સીસીટીવીને પણ ચેક કર્યાં. જેમાં જાણવા મળ્યું હતું કે,બાળક ઘરની બહાર ગયો જ ન હતો અને તપાસ કરતા આખરે પોલીસે કાતીલ મહિલા સુધી પહોંચી. જાણકારી પ્રમાણે આ હત્યાકાંડને અંજામ દેનારી મહિલા આ બિલ્ડીંગમાં રહે છે. જેનું નામ પુજા છે.
આરોપી મહિલાની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે, તેના લગ્ન ઘણા વર્ષ પહેલા થયા છે અને તેને કોઈ સંતાન નથી. જેના કારણે તે સંતાન પ્રાપ્તિ માટે એક તાંત્રિક કહેવા ઉપર કાળી વિદ્યા અને તંત્ર-મંત્ર કરવા લાગી અને તેના જણાવ્યા પ્રમાણે તક મળતાની સાથે જ વિતેલા શનિવારે બાળકની બલી ચડાવી દીધી અને લાશને પાછળ ફેંકી દીધી હતી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31