GSTV
Gujarat Government Advertisement

હેજફંડ/ દુનિયાની મોટી બેંકોને પડશે જોરદાર ફટકો : Nomura ને 2 અબજ ડોલરનાં નુકસાનની આશંકા

Last Updated on March 30, 2021 by

સુએઝ નહેરમાં એક વિશાળકાય કન્ટઇનર ફસાઇ જવાથી વૈશ્વિક સંકટને સર્જાયું હતું અને તેનો હજુ હમણાં નિવેડો આવ્યો છે, ત્યાં તો દુનિયાનાં બેંકિંગ બેઝનેસને અસર કરે તેવો સમાચાર બહાર આવ્યા છે, આ સંકટ Archegos Capital હેજ ફંડનાં કારણે પેદા થયું છે, અને તેનાથી દુનિયાની મોટી બેંકોને જોરદાર ફટકો લાગ્યો છે.

હેઝ ફંડ Archegos Capital નાં ડિફોલ્ટ થવાથી Nomura, Credit Suisse જેવી બેંકોને નુકસાન ભોગવવું પડી શકે છે, તેમાંથી Nomura ને 2 અબજ ડોલરનાં નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, તેનાં પગલે કારણે Nomura નો શેર 14 ટકા તુટી ગયો, ત્યાં જ બીજી મોટી બેંક Credit Suisse તમામ નુકસાનનું આંકલન કરી શકી નથી, આ ડિફોલ્ટનાં કારણે Goldman Sachs, Morgan Stanle ને પણ નુકસાન થયું છે.

Archegos Capital એ તમામ બેંકો અને ફાયનાન્સિયલ કંપનીઓમાં લિવરેજ પોઝિશન બનાવી હતી, Discovery, Viacom, Baidu,VIPShop જેવા શેરોમાં પોઝિશન હતી, તેમાં સ્વેપ એટલે કે શેરોની અદલા-બદલી દ્વારા પોઝિશન બનાવી હતી, પરંતું શેરોનાં ભાવ ઘટવાથી માર્જિન કોલ ટ્રિગર થયો છે, તેનાં કારણે બેંકોને લગભગ 20 અબજ ડોલરનું હોલ્ડિંગ વેચવું પડ્યું છે, ત્યાર બાદ વેચવાલી નિકળતા શેરોનાં ભાવ ઘટતા ગયા અને તેને કારણે 1 સપ્તાહમાં Viacom, Discovery, Baiduનાં શેર 50 ટકા તુટી ગયા છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો