GSTV
Gujarat Government Advertisement

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

Last Updated on February 24, 2021 by

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ દેશની યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિઓ હેઠળ ડબલ ડિગ્રી, જોઇન્ટ ડિગ્રી પ્રોગ્રામ શરૂ કરવાની તૈયારી થઇ રહી છે. ભારતીય અને વિદેશી ઉચ્ચશિક્ષણ સંસ્થાઓ ટુંક સમયમાં જોઇન્ટ કે ડબલ ડિગ્રીની ઓફર કરી શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એ આ અભ્યાસક્રમના નિયમો સંબંધિત પ્રસ્તાવને અંતિમરૂપ આપ્યું છે.

UGC STUDENTS

ડબલ ડિગ્રીની આ વ્યવસ્થાને લાગુ કરતા પહેલા UGCએ તમામ રાજ્યો પાસેથી આ મુદ્દે સુચનો-ભલામણ માંગ્યા છે. UGC તરફથી આ મામલે તમામ રાજ્યોના શિક્ષણ સચિવ અને કુલપતિઓને પત્ર જારી કરાયો છે. ભારતના વિદ્યાર્થીઓ પણ એક સમયમાં કોઇ ભારતીય કે વિદેશી ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી 2 ડિગ્રી એક સાથે હાંસલ કરી શકશે. આ ડિગ્રીઓ અલગ-અલગ અથવા એક સાથે મેળવી શકાશે. તેની સાથે જ વિદ્યાર્થીઓને ગ્રેડ ટ્રાન્સફરનો પણ લાભ મળશે.

ભારતીય યુનિ. ની વિદેશી સંસ્થાઓ સાથે થયેલ ભાગીદારી હેઠળ જોઇન્ટ ડિગ્રી મળી શકશે

ભારતીય યુનિવર્સિટીની વિદેશી સંસ્થાઓ સાથે થયેલ ભાગીદારી હેઠળ જોઇન્ટ ડિગ્રી મળી શકશે. UGCના આ પ્રસ્તાવ મુજબ UGC એક્ટ-2021 હેઠલ ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થા, વિદેશી શિક્ષણ સંસ્થાઓની સાથે મળીને ક્રેડિટ રિકોગ્નિશન અને ટ્રાન્સફરની માટે બેવડી વ્યવસ્થા કરી શકે છે. UGCના આ નિયમો ઓનલાઇન અને ઓપન તેમજ ડિસ્ટન્સ લર્નિંગના અભ્યાસક્રમો પર લાગુ થશે નહીં.

UGCના પ્રસ્તાવમાં જણાવાયુ છે કે, નેશનલ એસેટમેન્ટ અને એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા માન્યતાની સાથે મિનિમમ 3.01 સ્ક્રોર પ્રાપ્ત/ નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રોમવર્ક (NIRF)ની યુનિવર્સિટીની કેટગરીમાં ટોપ-100માં સ્થાન મેળવનાર / ઇન્સ્ટિટ્યૂશન ઓફ એમિનેન્સનો દરજ્જો પ્રાપ્ત કરનાર સંસ્થાઓ, ટાઇમ્સ હાયર એજ્યુકેશન અને ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગની ટોપ-500માં સ્થાન પ્રાપ્ત કરનાર વિદેશી સંસ્થાઓની સાથે ઓટોમેટિક રીતે સમજૂરી કરી શકે છે.

degree

કોઇ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો દરજ્જો ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા અપાયેલી ડિગ્રી જેટલો જ હશે

અન્ય ભારતીય સંસ્થાઓને આવા પ્રકારની સમજૂતીઓ માટે UGCની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. UGC દ્વારા તૈયાર કરાયેલા આ ડ્રાફ્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે ડબલ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને ભારતીય અને વિદેશી સંસ્થાઓની ડિગ્રી સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવાની રહેશે. ત્યાર બાદ જ બંને સંસ્થાઓ અલગ-અલગ કે જોઇન્ટ ડિગ્રી આપી શકશે. તેની સાથે જ આ સમજૂતીના આધારે આપેલ કોઇ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો દરજ્જો ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા દ્વારા અપાયેલી ડિગ્રી જેટલો જ હશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો