Last Updated on March 17, 2021 by
મોંઘા પેટ્રોલ-ડીઝલમાં આમ આદમી પરેશાન છે. ઇલેક્ટ્રિક કારોના વેચાણ ધીરે-ધીરે વધી રહ્યું છે. આ વચ્ચે મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવી ઇલેક્ટ્રિક કરા લૉન્ચ કરી છે, જેને કંપની દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર જણાવી રહી છે. આ ઇલેક્ટ્રિક કારને Storm Motorsએ લૉન્ચ કરી છે અને તેનું નામ Storm R3 આપવામાં આવ્યું છે. કંપનીએ ભારતમાં તેનું બુકિંગ શરૂ કરી દીધું છે. Storm R3નું પ્રી-બુકિંગ મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં ફક્ત 10,000 રૂપિયાની શરૂઆતની રકમ ચુકવીને કરાવી શકાય છે.
ઇલેક્ટ્રિક કારના ફીચર્સ
જો લુકની વાત કરીએ તો આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ વ્હીલ છે, પરંતુ થ્રી-વ્હીલર જેવો લુક નથી. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે થ્રી-વ્હીલરની જેમ તેમાં એક વેહીલ આગળ અને બે વ્હીલ પાછળ નથી. તેમાં બિલકુલ ઉલ્ટુ છે.
તમે ઇલેક્ટ્રિક કાર Storm R3ને જોઇને દંગ રહી જશો કારણ કે તેની આગળ બે વ્હીલ લાગેલા છે અને પાછળની તરફ એક વ્હીલ છે. ત્રણ વ્હીલ ધરાવતી આ નાનકડી કારને દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર જણાવવામાં આવી રહી છે.
Storm Motorsનું કહેવુ છે કે તેનું બુકિંગ ગણતરીના અઠવાડિયાઓ સુધી જ ઓપન રહેશે. શરૂઆતના ગ્રાહકોને 50,000 રૂપિયા મૂલ્યના અપગ્રેડ્સનો ફાયદો જશે, જેમાં કસ્ટમાઇઝ્ડ કલર ઓપ્શન, પ્રીમિયમ ઑડિયો સિસ્ટમ અને ત્રણ વર્ષ સુધી ફ્રી મેન્ટેનન્સ સામેલ છે.
સિંગલ ચાર્જમાં આશરે 200 કિમીનું અંતર કાપે છે Storm R3
કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં Storm R3 આશરે 200 કિમીનું અંતર કાપે છે. તેમાં 4G કનેક્ટેડ ડાયગ્નોસ્ટિક એન્જિન છે, જે ડ્રાઇવરને ટ્રેક લોકેશન અને ચાર્જનું સ્ટેટસ જણાવે છે.
કંપનીએ જણાવ્યા અનુસાર આ વર્ષે બુકિંગ કરવા પર આ ટુ-સીટર ઇલેક્ટ્રિક કારની ડિલીવરી 2022 સુધી થઇ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીએ અત્યાર સુધી આ કારના 7.5 કરોડ રૂપિયાના આશરે 165 યુનિટ્સનુ બુકિંગ કરી લીધું છે. આ આંકડો ફક્ત ચાર દિવસનો છે.
શરૂઆતમાં કંપની ફક્ત દિલ્હી અને મુંબઇમાં જ Storm R3નું બુકિંગ કરી રહી છે. પરંતુ જલ્દી જ અન્ય શહેરોમાં પણ બુકિંગ શરૂ થશે. તેની શરૂઆતની કિંમત 4.5 લાખ રૂપિયા છે.
કંપનીનું કહેવુ છે કે આ કારને ખાસ કરીને તે લોકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે જે શહેરની અંદર દરરોજ 10થી 20 કિલોમીટરનું ટ્રાવેલ કરે છે. આ કારને ચલાવવાનો ખર્ચ માત્ર 40 પૈસા પ્રતિ કિલોમીટર છે. આ કારને ત્રણ વેરિએન્ટ્સમાં લૉન્ચ કરવામાં આવશે.
Storm Motorsની શરૂઆત વર્ષ 2016માં થઇ હતી. કંપનીનો પ્લાન્ટ ઉત્તરાખંડના કાશીપુરમાં સ્થિત છે. જેની ઉત્પાદન ક્ષમતા 500 યુનિટ્સની છે. આ કારની રાઇડિંગ કોસ્ટ પણ ઘણી સસ્તી છે. કંપનીનો દાવો છે કે રેગ્યુલર કારના મુકાબલે તેનું મેંટેનેન્સ 80 ટકા ઓછુ ખર્ચાળ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31