Last Updated on March 21, 2021 by
કોરોના કાળમાં કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોની આવક ઓછી થઈ ગઈ, જે બાદ લોકોને લાગવા લાગ્યુ કે, નોકરીથી તો કામ નહિ ચાલે. સમયની ચાલે લોકોને Strawberry Cultivation તરફ વાળ્યા છે. જે ઘણો નફો પણ કરાવી રહ્યુ છે. હવે લોકો આધુનિક ખેતી કરીને વધારે આવક મેયલવી રહ્યા છે. હાલના સમયમાં આધુનિક ખેતીનો ક્રેઝ યુવાનોમાં વધારે જોવા મળ્યો છે.
Strawberry Farming નો ક્રેઝ
હાલ એવા ઘણા કિસ્સાઓ છે જેમા યુવાનોએ નોકરીના બદલે Strawberry Farming નો નિર્ણય કર્યો છે. તેનુ પરિણામ પણ સારુ મળી રહ્યુ છે અને કમાણી પણ લાખોમાં થઈ રહી છે.
કેવી રીતે કરી શકો છો શરૂઆત
Strawberry Cultivation માટે વધારે જમીનની જરૂર હોતી નથી. લગભગ 1-2 એકર જમીન કે તેથી થોડી વધારે જમીન પર સરળતાથી આ વેપાર શરૂ કરી શકાય છે. Strawberry નો એક છોડ લગાવાનો ખર્ચ 300 રૂપિયાથી પણ ઓછો આવે છે. અને છોડ લગાવ્યાના 3 વર્ષની અંદર સ્ટ્રોબેરીનું ઉત્પાદન શરૂ થઈ જાય છે.
ખર્ચ પણ ઓછો થાય છે
છોડને વાવેતર કર્યા પછી, સારી સિંચાઇ અને સારી વ્યવસ્થાને કારણે સ્ટ્રોબેરી પાક લગભગ 3 વર્ષમાં તૈયાર થવા લાગે છે. એક ઝાડ પર 60-70 કિગ્રા સ્ટ્રોબેરી મળી આવે છે. જ્યારે સારો પાક થાય છે, ત્યારે એક જ ઝાડ મે-જૂન મહિનામાં લગભગ 50 હજારની આવક કરે છે. આ પ્રમાણે તમે તેનો અંદાજ લગાવી શકો છો કે બગીચામાંથી કેટલા પૈસા કમાઇ શકો છો.
દેશ કરતા વધારે વિદેશોમાં સપ્લાઈ
કશ્મીર ધાટી, દેહરાદૂન, નૈનીતાલ, સાંગલી, મહાબળેશ્વર જેવા ઠંડા વિસ્તારોમાં Strawberryનું સારુ ઉત્પાદન થાય છે. Strawberryની ખેતી કરનારા ખેડૂત કહે છે કે Strawberryની માંગ ભારત કરતા વધારે બીજા દેશોમાં વધારે છે. ખેડૂતો ઠેકેદારોના માધ્યમથી પોતાના પાક વિદેશોમાં મોકલીને વધારે નફો કમાઈ શકે છે.
સરકાર પાસેથી પણ મળે છે મદદ
કેન્દ્ર સરકાર ઉપરાંત સરકાર પણ આધુનિક ખેતી પર ધ્યાન આપી રહી છે. સરકારી યોજનાઓના માધ્યમથી Strawberryની ખેતી માટે મદદ મેળવી શકાય છે. ગરમીની ઋતુ શરૂ થઈ ચૂકી છે.જો તમે અત્યારથી જ શરૂઆત કરી તો Strawberryની ખેતીની રીતો પણ શીખી શકશો અને 3 વર્ષ બાદ પોતાના પગ પર ઉભા થઈ જશો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31