Last Updated on March 24, 2021 by
દેશમાં વધતા કોરોનાના કેસોની અસર ફરી એક વખત બજાર ઉપર જોવા મળી રહી છે. આજે વ્યવસાય બાદ બીએસઈના પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 871 અંક ગગડીને 49,180ના લેવલ ઉપર બંધ થયો છે. તે સિવાય નિફ્ટી ઈન્ડેક્સ 265 અંક નીચે પડીને 14,549ના લેવલ ઉપર બંધ થયો છે. આજના વેચાણ બાદ રોકાણકારોના 3.25 લાખ કરોડ કરતા વધારે રૂપિયા ડૂબી ગયાં છે. સેંસેક્સના ટોપ-30 શેરમાં માત્ર બે સ્ટોક્સ ગ્રીનઝોનમાં બંધ આવ્યો છે. તે સિવાય 28 શેરોમાં વેચાણ જોવા મળ્યું હતું. આજના વ્યવસાય બાદ એશિયન પેંટ્સ અને પાવરગ્રીડના શેરોમાં તેજી આવી હતી.
વેચાણ થનારા શેરો
આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈંડ બેંક, એનટીપીસી, ઓએનજીસી, બજાજ ઓટો, એચડીએફસી બેન્ક, ટીસીએસ, એચયુએલ અને આઈટીસીના શેરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં થયું વેચાણ
સેક્ટોરિયલ ઈન્ડેક્સની જો વાત કરીએ તો આજે તમામ સેક્ટર્સ લાલ નિશાનમાં બંધ થયા છે. ઓટો, બેંક નિફ્ટી, કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, હેલ્થકેયર, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ તમામ વેચાણ હાવી રહ્યું હતું.
સ્મોલકેપ – મિડકેપ ઈન્ડેક્સ
સ્મોલકેપ – મિડકેપ અને સીએનએક્સ મીડકેપ ઈન્ડેક્સ પણ લાલ નિશાન ઉપ બંધ થયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સ 332.13 અંક ગગડીને 20,440.92ના લેવલ ઉપર બંધ થયો છે. મિડકેપ ઈન્ડેક્સ 344.70 અંક ઘટીને 20,090.53ના લેવલ ઉપર બંધ થયો છે. તે સિવાય સીએનએક્સ 473.40 અંક ગગડીને 23,335.00ના લેવલ ઉપર બંધ થયો છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31