Last Updated on March 23, 2021 by
ભારતીય શેરબજાર આજે તેજી જોવા મળી, રોકાણકારોએ વધી રહેલા કોરોના સંક્રમણનાં ભયને ફગાવીને ધુમ ખરીદી કરતા બજાર લીલા નિશાન ઉપર બંધ થવામાં સફળ રહ્યું. BSE સેન્સેક્સ 280.15 પોઇન્ટના વધારા સાથે 50,051.44 પર બંધ થયો જયારે 78.35 અંકની વૃદ્ધિ સાથે નિફટીએ 14,814.75 ઉપર કારોબાર સમાપ્ત કર્યો. સેન્સેક્સ આજે ૫૦ હજારે પાર પહોંચ્યો છે આ અગાઉ 16 માર્ચે ઈન્ડેક્સ 50 હજારની સપાટીથી ઉપર બંધ રહ્યો.
શેર ઇન્ડેક્સ સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 300થી અધિક વધ્યો
સવારથી શેર બજારની શરૂઆત લીલા નિશાન પરથી થઇ, વૈશ્વિક બજારોમાં જોવા મળેલા વલણો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક જેવા મોટા શેરોમાં તેજીનાં પગલે અગ્રણી શેર ઇન્ડેક્સ સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 300થી અધિક વધ્યો. આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેરોમાં વધારો થયો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સૌથી વધુ 2.6% ની મજબૂતી દેખાઈ હતી. કારોબારના અંતે સેન્સેક્સ 0.56 ટકા અને નિફટી 0.53 ટકા વધારો નોંધાવ્યો.
રોકાણકારોએ સતત બીજા દિવસે સૌથી વધુ બેંકિંગ ક્ષેત્રના શેરો ખરીદ્યા
આજે રોકાણકારોએ સતત બીજા દિવસે સૌથી વધુ બેંકિંગ ક્ષેત્રના શેરો ખરીદ્યા હતા. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેંકના શેરમાં 2% નો વધારો થયો છે. બેંક ઈન્ડેક્સ 572 અંક મુજબ 1.5% ની મજબૂતી સાથે 38,462 પર બંધ રહ્યો છે. આ ઉપરાંત ઓટો અને આઇટી શેરોમાં પણ સારી ખરીદી થઇ.
બિએસઇ પર લગભગ 140 શેર 52 હપ્તાની ટોચ પર પહોંચી ગયા
બિએસઇ પર લગભગ 140 શેર 52 હપ્તાની ટોચ પર પહોંચી ગયા, તેમાં એસીસી, યુપીએલ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન ટ્રાન્સમિશન, અંબુજા સિમેન્ટ, કેન ફિન હોમ્સ, ફોર્ટિસ હેલ્થકેર, હેસ્ટર બાયોસાયન્સનો સમાવેશ થાય છે.
કારોબારમાં સેન્સેક્સ 104 અંક વધી 49,876.21 પર, નિફ્ટી 32 અંક વધીને 14,768.55 પર ખુલ્યા
આજે BSE માં 3,173 શેરમાં કારોબાર થયો હતો, 1,663 શેરો વધારા સાથે બંધ રહ્યા હતા અને 1,296 ઘટ્યા હતા. 319 શેરમાં અપર સર્કિટ નોંધાઈ હતી. બજારની તેજીના કારણે એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ગઈકાલના આંકડા રૂ 204.37 લાખ કરોડથી વધીને રૂ 205.70 લાખ કરોડ થઈ ગઈ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31