Last Updated on March 24, 2021 by
તસ્કરોએ નશીલા પદાર્થો ગમે ત્યાં સંતાડ્યા હશે, હવે STFને તેને શોધવામાં બિલકુલ સમય નહીં વેડફવો પડે. એસટીએફના નવા સાથી HND (હેન્ડહેલ્ડ નાર્કોટિક્સ ડિટેક્ટર)ની મદદથી આ કામ સરળ બન્યું છે. ઉત્તરાખંડ એસટીએફ દ્વારા મોટા પાયે આ મશીનની ખરીદી કરવા મુખ્યાલયને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
STF માટે ચેકીંગ બનશે સરળ
હકીકતે અત્યાર સુધી માત્ર બાતમીના આધારે ડ્રગ્સ તસ્કરોને પકડવાનું કામ થતું હતું. પોલીસ જો અકસ્માતે કોઈ વ્યક્તિ, વાહન કે અન્ય કોઈ જગ્યાએ નશીલા પદાર્થની તલાશી લેવા ઈચ્છે તો તે અશક્ય હતું. પરંતુ STF દ્વારા તેનો ઉકેલ શોધી લેવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસના પગલે આ ખાસ ઉપકરણ ખરીદવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
શોધી કાઢશે છુપાયેલ સમાન
અધિકારીઓના કહેવા પ્રમાણે ચરસ, સ્મૈક, નશીલી દવાઓ જેવા પદાર્થો ક્યાંય પણ સંતાડેલા હશે, આ મશીન તેને શોધી લે છે. જો કોઈએ કારની સ્ટેપની, કપડા કે સામાનની વચ્ચે કોઈ નાની પડીકી સંતાડી હશે તો પણ તે છાનુ નહીં રહે.
ગુનેગારોના ફોન, સિમ પણ શોધી શકાશે
એસટીએફ જેલમાં રહેલા અને અન્ય ગુનેગારોના મોબાઈલ શોધવા પણ આવા મશીનોનો ઉપયોગ કરશે. આ મશીનો તોડીને ફેંકી દેવામાં આવેલા સિમને પણ શોધી કાઢશે. તેનો લાભ જેલમાં તલાશી દરમિયાન પણ મળશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31