Last Updated on February 28, 2021 by
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશનું સંબોધન કર્યુ. આ દરમિયાન તેમણે અનેક રસપ્રદ અને પ્રેરણાદાયક વાતોનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ આ ક્રમમાં બિહારના એક શખ્સનો ઉલ્લેખ કર્યો જે કોરોનાના કારણે ઘરે પરત ફર્યો પરંતુ વિપરિત પરિસ્થિતિઓમાં પણ તેણે કંઇક એવુ કરી બતાવ્યું જેના કારણે તેણે ફક્ત બિહારમાં જ નહીં પરંતુ દેશભરમાં ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. હકીકતમાં બિહારના આ શખ્સે LED બલ્બની ફેક્ટ્રી પોતાના ઘરે શરૂ કરી અને અનેક લોકોને રોજગાર પૂરો પાડ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં જણાવ્યું કે, બેતિયામાં રહેતા પ્રમોદ જી, દિલ્હીમાં ટેક્નિશિયન તરીકે LED બલ્બ બનાવવાની ફેક્ટરીમાં કામ કરતા હતા, તેઓ આ ફેક્ટરીમાં કામ કરતી વખતે ખૂબ બારીકાઇથી સમગ્ર પ્રક્રિયા સમજી. પરંતુ કોરોના દરમિયાન, પ્રમોદ જીને તેમના ઘરે પાછા ફરવું પડ્યું. તમે જાણો છો કે પરત આવ્યા પછી પ્રમોદ જીએ શું કર્યું? તેમણે પોતે LED બલ્બ બનાવવા માટે એક નાનું એકમ શરૂ કર્યું. તે પોતાના વિસ્તારમાંથી કેટલાક યુવાનોને લઈ ગયા અને થોડા મહિનામાં ફેક્ટરી કામદારથી ફેક્ટરી માલિક બનવાની સફર પૂરી કરી. તે પણ પોતાના જ ઘરમાં રહેતા.
આ રીતે અભિયાનની શરૂઆત થઈ
સ્વતંત્રતા દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જા બચાવવા અને આપણા પર્યાવરણને બચાવવા માટે દેશની જનતાને LED બલ્બનો ઉપયોગ વધારવા અપીલ કરી હતી. વડા પ્રધાને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યોને 50 રૂપિયાના દરે LED બલ્બ પ્રદાન કરી રહી છે. વડા પ્રધાનની અપીલ બાદ, રાજ્યોમાં LED બલ્બની ફેક્ટરીઓ ચાલી રહી છે, જ્યાં સસ્તા દરે બલ્બ બનાવીને વેચાય છે. LED ની વિશેષતા એ છે કે તે સામાન્ય બલ્બ કરતા ખૂબ ઓછી ઉર્જાનો વપરાશ કરે છે અને અન્ય બલ્બ કરતા અનેક ગણો વધારે પ્રકાશ આપે છે.
દેશમાં, આ યોજના કેન્દ્ર સરકાર હેઠળ એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ (EESL) દ્વારા લાગુ કરવામાં આવી છે. ઇઇએસએલ એ એનટીપીસી, પીએફસી, આરઈસી અને પાવર ગ્રીડ અંતર્ગત સરકારી ક્ષેત્રની કંપનીઓનું સંયુક્ત સાહસ છે. આ યોજના હેઠળ, દેશના દરેક ઘરોમાં LED બલ્બના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે, બલ્બ લોકોને સબસિડી દરે વેચવામાં આવે છે. વીજળી વિતરણ કંપની ડિસ્કોમ ઑફિસ અને ઇઇએસએલ દ્વારા વડા પ્રધાન ઉજાલા યોજના હેઠળ LED બલ્બનું વિતરણ કરવામાં આવે છે.
આ રીતે ફેક્ટરી શરૂ કરો
LED બલ્બ બનાવવા માટે યુનિટ શરૂ કરવા સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય સ્વ રોજગાર શરૂ કરવા અથવા તમારા પોતાના વ્યવસાયને શરૂ કરવા માટે લોન તરીકે લઈ શકાય છે. એમએસએમઇ મંત્રાલય હેઠળ LED બલ્બના ઉત્પાદનમાં સરકારી સહાય મળે છે. સરકાર તરફથી પ્રોત્સાહક રાશિ મેળવીને તમે LED બલ્બ બનાવવાનું પણ શરૂ કરી શકો છો. તમે આ કામ ફક્ત થોડા રૂપિયામાં શરૂ કરી શકો છો. જો તમે તેને મોટા પાયે કરવા માંગો છો, તો પછી અનેક પ્રકારની સરકારી સહાય આપવામાં આવે છે.
LED બલ્બ બનાવવા માટે, સૌથી મહત્વપૂર્ણ ટિક્કી ફિટિંગ મશીન છે જેની સાથે બલ્બનું પ્રારંભિક કાર્ય કરવામાં આવે છે. તમે ખૂબ ઓછી કિંમતે આ મશીન ખરીદીને બલ્બ બનાવવાનું પ્રારંભ કરી શકો છો. તેવી જ રીતે, ત્યાં એક પંચિંગ મશીન છે જે હોલ્ડરને પંચ કરે છે. આ પછી એક સ્ક્રુ ફિટિંગ મશીન હોય છે જેનાથી બલ્બની અંદર સ્ક્રૂ અથવા પેચ ફીટ કરવામાં આવે છે. એ જ રીતે, એક હિટિંગ મશીન પણ જરૂરી છે, જેનો ઉપયોગ બલ્બ બનાવવા માટે થાય છે.
જો તમે ઇચ્છતા હોવ તો, તમે આ તમામ મશીનો ઑનલાઇન પણ ખરીદી શકો છો અને તેની કિંમત 6 હજાર રૂપિયાથી શરૂ થાય છે. પંચીંગ મશીનનો રેટ 800 રૂપિયા છે, હીટ સિંક બલ્બ મેકિંગ મશીનની કિંમત 3 હજાર રૂપિયા છે, ટિક્કી ફીટીંગ મશીનની કિંમત 12 હજાર રૂપિયા સુધી છે. જો તમે ઇચ્છો છો કે તમામ મશીનો એક સાથે મળી જાય, તો તે 12 હજાર રૂપિયામાં ઑનલાઇન ઉપલબ્ધ છે.
કાચો માલ ક્યાં માંગવો
કાચા માલ વિશે વાત કરીએ તો, આ માટે ક્યાંય જવાની જરૂર નથી. ઘણા વિકલ્પો ઑનલાઇન ઉપલબ્ધ છે જ્યાંથી તમે જથ્થાબંધ ભાવે એલઇડી બલ્બનો કાચો માલ મંગાવી શકો છો. તેની કિંમત વધારે નથી અને તે કીટ દીઠ 35 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. જો કે, ઑનલાઇન ઓર્ડર માટે, તમારે એક સાથે ઓછામાં ઓછા 100 કિટ્સ મંગાવવી પડશે. LED બલ્બનું મટિરિયલ સંપૂર્ણપણે સિરામિકથી બનેલું હોય છે. આ કીટમાં બલ્બ કવર, બલ્બનો સંપૂર્ણ બોડી, બેઝ, આરસી ડ્રાઇવર, LED પીસીબી વગેરેનો સમાવેશ થાય છે.
ઓછી કિંમત, વધુ નફો
કેટલીક કીટ મોંઘી પણ આવે છે જે 200 રૂપિયાથી ઉપરની હોય છે. આ કીટ મોંઘા બલ્બ માટે છે કારણ કે ઘણાં બલ્બની કિંમત વધુ હોય છે. કેટલાક બલ્બ સસ્તા પણ આવે છે, જેની કિંમત 70-80 રૂપિયા છે. જોકે ખર્ચ અડધાથી ઓછો આવે છે. LED બલ્બની માંગ આગળના સમયમાં વધવા જઇ રહી છે કારણ કે દિવસેને દિવસે વીજળીનું બિલ મોંઘુ થઈ રહ્યું છે. જો લોકોને વીજળીના બિલ બચાવવાની સાથે વધુ પ્રકાશ મળે, તો નુકસાન શું છે? ઉપરાંત, LED બલ્બ પર વોરંટી પણ મળે છે. વોરંટી પિરિયડ વચ્ચે બલ્બ ખરાબ થાય તો દુકાનદારે તે બદલી આપવો પડે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31