Last Updated on March 16, 2021 by
જો તમે ઘરે બેઠા છો અને વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો તમે બ્રેડ બનાવવાનો બિઝનેશ શરૂ કરી શકો છો. બ્રેડ બનાવવાનું કામ ઘરેથી શરૂ કરી શકો છો. તેમાં વધારે સમય પણ નથી લાગતો. તેને બનાવીને તમે બેકરી કે પછી બજારમાં સપ્લાઈ કરી શકો છો. તેમાં વધારે રોકાણની પણ જરૂરત રહેતી નથી.
10 હજાર રૂપિયાનું રોકાણ
- જણાવી દઈએ કે વ્યવસાય શરૂ કરવા માટે તમારે માત્ર 10 હજાર રૂપિયાના રોકાણની જરૂરત રહેશે.
- બ્રેડ બનાવવા માટે જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ કે મેંદો, મીઠું, ખાંડ, પાણી, બેકીંગ પાવડર કે ઈસ્ટ, ડ્રાઈફુટ અને મિલ્ક પાવડર
- નહી લેવી પડે કોઈ જગ્યા કે દુકાન
આ વ્યવસાયને શરૂ કરવા માટે તમને કોઈ પણ પ્રકારની જગ્યા કે દુકાનની આવશ્યકતા નથી પડતી.તેને તમે સરળતાથી ઘરે બેઠા બેઠા જ શરૂ કરે છે. બ્રેડ બનાવવા માટે વધારે સમય નથી લાગતો. તે ઘણા ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તેને બનાવીને તમે બેકરી કે પછી બજારમાં વેચીને સારો નફો કમાઈ શકો છો અને તમને તેમાં રોકાણની પણ જરૂરત નથી રહેતી. વર્તમાન સમયમાં બ્રેડ ખાવા માટે લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જો કે, ભવિષ્યમાં તેમાં વધારો થશે.
કેવું છે બ્રેડનું માર્કેટ ?
તે સામાન્ય રીતે ઉપભોગની વસ્તુ છે. સામાજિક જાગરૂકતા તથા રહેવાના સ્તરમાં વૃદ્ધિ થવાની સાથે તૈયાર ખાદ્ય પદાર્થોની માંગમાં પણ વૃદ્ધિ થવા લાગી છે. વર્તમાનમાં ગ્રામીણ વિકાસ અંતર્ગત કરવામાં આવી રહેલા ગ્રામિણ ઉદ્યોગોમાં બેકરી ઉદ્યોગ પણ પ્રમુખ છે. તથા ભવિષ્યમાં તેની માંગ ઘણી વધવાની સંભાવના પણ દેખાઈ રહી છે. ભારત બેકરી ઉત્પાદરો માટે એક પ્રમુખ વિનિર્માણ ઘર છે. અને સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચીન બાદ ત્રીજા સૌથી મોટા બિસ્કીટ નિર્માતા દેશ છે.
ભારતીય બેકરી સેક્ટરમાં બ્રેડ, બિસ્કીટ, કેક જેવા મોટા ખાદ્ય ક્ષેણીઓમાંથી કેટલાકનો સમાવેશ થાય છે. પાછલા નાણાકીય વર્ષમાં 17 હજાર કરોડ રૂપિયા અને આવનારા 3.4 વર્ષોમાં 13.15 ટકાના અસાધારણ દરથી આગળ વધવાની આશા છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31