Last Updated on March 25, 2021 by
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની અડીને આવેલા રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશન હદમાં બુધવારે રાતના મોટી દુર્ઘટના ઘટી ગઈ. અહીં ભારતીય સેનાની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. દુર્ઘટના બાદ જિપ્સી પલ્ટી ગઈ હતી અને તેમાં આગ લાગી ગઈ હતી. આ જિપ્સીમાં સવાર સેનાના ત્રણ જવાનો બળીને ખાક થઈ જવાથી તેમના મોત થયા છે.
જિપ્સીએ નિયંત્રણ ખોઈ બેસતા ખાડીમાં જઈ પડી, ત્યાર બાદ આગ લાગી
પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના સુરતગઢ-છત્તરગઢ રોડ પર ઈંદિરા ગાંધી નહેરની 330 આરડીની પાસે બુધવારે રાતે લગભગ અઢી વાગ્યાની આસપાસ થઈ છે. સેનાની આ જિપ્સી અનિયંત્રિત થતાં ખાડીમાં જઈ પડી હતી. પલટ્યા બાદ જિપ્સીમાં આગ લાગી ગઈ હતી. આ જિપ્સીમાં સવાર સેનાના 3 જવાનોના મોત થયા છે. તો વળી પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢની ટ્રોમાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમને મિલિટ્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
3 જવાનો ઘાયલ થયાં
કહેવાય છે કે, દુર્ઘટના બાદ જિપ્સીમાં સવાર ત્રણ જવાનો ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. તેઓ જિપ્સીમાં જ ફસાઈ ગયા હતા. જેમાં તેઓ જિવતા સળગી ગયા હતા. મૃતકોમાં એક કમાંડર હોવાનું પણ ખુલ્યુ છે, જ્યારે બે સેનાના જવાન હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31