Last Updated on April 10, 2021 by
દક્ષિણ કોરિયા દુનિયાનો એવો આઠમો દેશ બનશે, જેણે સુપરસોનિક લડાકુ વિમાન તૈયાર કરશે. દક્ષિણ કોરીયાએ મોટા પાયે કેએફ-21 લડાકુ વિમાન ઉત્પાદન કરવાની યોજના તૈયાર કરી છે અને દાવો કર્યો છે કે, આ વિમાનનું ફુલ સ્કેલ પ્રોડક્શન શરૂ થઈ જશે, તો તેનાથી એક લાખથી વધુ લોકો માટે રોજગારી ઉભી થશે.
વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે
દક્ષિણ કોરિયાની ડિફેન્સ એક્વિજિશન પ્રોગ્રામ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે પરીક્ષણ અને વિકાસ માટે આ વર્ષના અંત સુધીમાં ત્રણ વિમાનો તૈયાર થવાની આશા છે. આ ઉપરાંત વધુ ત્રણ વિમાન વર્ષ 2022ના મધ્ય સુધી તૈયાર થઈ જશે. આ વિમાન 65 ટકા દક્ષિણ કોરિયાઈ છે. બાકીનો સામાન અલગ-અલગ દેશોમાંથી મંગાવીને વિમાનમાં એસેમ્બલ કરાશે. તેમ છતાં તેને દક્ષિણ કોરિયાના વિમાનન ઉદ્યોગ માટે માઈલ સ્ટોન ગણાવાયો છે.
વિશ્વમાં માત્ર બે જ દેશો પાસે પાંચમી પેઢીના વિમાન
વિશ્વમાં માત્ર બે જ દેશો પાસે પાંચમી પેઢીના લડાકુ વિમાન છે. નાટોના એર પાવર કંપિટેંસ સેન્ટર અનુસાર તેમાં માત્ર અમેરિકા અને ચીન. આ બે જ દેશ એવા છે, જેણે પાંચમી પેઢીના લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ વિમાન સ્ટીલ્થ ફીચર, રડાર જૈમિક ટેકનીક અને ઉચ્ચ એવિયોનિક્સથી સજ્જ છે. આ વિમાન પાયલોટો પોતાના ઈંટ્રીગ્રેટેડ ઓનબોર્ડ અને રિમોટ ડેટાથી ઓપરેશન દરમિયાન રિયલ ટાઈમ સ્થિતિની જાણકારી આપે છે. દક્ષિણ કોરિયાએ પોણ પોતાના આ સુપરસોનિક વિમાનને 4.5 જનરેશન ગણાવી છે.
દક્ષિણ કોરિયાના એક સરકારી નિવેદનમાં દાવો કરાયો છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં તેનુ પરીક્ષણ પૂર્ણ કરી લેશે. અને આમ થશે તો દક્ષિણ કોરિયા દુનિયાનો આઠમો દેશ બની જશે જેણે એક ઉન્નત સુપરસોનિક ફાઈટર વિકસિત કર્યું હોય. આ પહેલા અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ફ્રાંસ, સ્વીડન, અને યુરોપિય દેશમાં યુનાઈટેડ કિંગડમ, જર્મની, ઈટલી અને સ્પેને સાથે મળીને પહેલા જ સુપરસોનિક લડાકુ વિમાન બનાવ્યા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31