GSTV
Gujarat Government Advertisement

ગજબ! ૨૫ વર્ષની મહિલાના ગર્ભમાં એક બે નહીં 7 બાળકો, દેશની સરકાર કરાવી રહી છે મહિલાની સારવાર

Last Updated on April 1, 2021 by

આફ્રિકાના ગરીબ દેશ માલીમાં એક મહિલાના ગર્ભમાં સાત બાળકો જન્મવાની રાહ જોઇ રહયા છે. એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહયા હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવા ઉપરાંત સાર સંભાળ માટે માલી દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે. માલીના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર આમ તો ઘર આંગણે સારવાર મળી શકતી હતી પરંતુ આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને સારી ચિકિત્સાની જરુર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગર્ભ

એક બે કે ત્રણ નહી પરંતુ સાત બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહયો હોવાની ઘટનાએ માલીમાં ચર્ચા જગાવી છે. આ મહિલા છેલ્લા બે સપ્તાહથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. અસાધારણ ગર્ભાવસ્થાની સ્થિતિનું સતત મોનિટરિંગ કરતા રહેવું જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયામાં ૨૫ વર્ષની મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી પરંતુ તે માલીના ઉત્તરમાં આવેલા ટિંબકટુની રહેવાસી છે. આ મહિલાની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવવાનું નકકી કર્યુ છે.

જો કે મહિલા એક સાથે સાત બાળકોને જન્મ આપશે તેવા સંજોગોમાં પણ દરેકનું લાલન પાલન કરવું તેના માટે પડકારરુપ બનશે. આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલીના અનેક લોકોએ ઓફર કરી છે. જો કે એક સાથે આટલા વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહયા હોય અને પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ૧૯૯૮માં સાઇદી એરબિયાની ૪૦ વર્ષની એક મહિલા સાત બાળકોની માતા બની હતી. ૨૦૦૮માં ઇજીપ્તમાં ૨૭ વર્ષની એક મહિલાએ સાત સ્વસ્થ બાળકોને જ્ન્મ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો