Last Updated on March 8, 2021 by
પશ્ચિમ બંગાળમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ઘણા જાણીતા ચેહરા પણ પ્રચારમાં જોડાયા છે. તમામ રાજકીય પક્ષો ફિલ્મ સ્ટાર્સથી લઈ ક્રિકેટર્સનો ઉપયોગ મતદારોને પોતાની તરફેણમાં લાવવા માટે કરી રહ્યાં છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના પણ ભાજપની એક રેલીમાં આવવાની અટકળો થઈ રહી છે. જોકે આ મામલે ભાજપે સ્પષ્ટતા કરી છે. ભાજપે જણાવ્યું કે, આ મુદ્દે પૂર્વ ક્રિકેટરે નિર્ણય લેવાનો છે કે તેઓ 7 માર્ચે કોલકાતામાં યોજાનાર વડાપ્રધાન મોદીની રેલીમાં સામેલ થવા માગે છે કે નહીં. 7 માર્ચે મોદીની રેલીમાં 10 લાખ લોકો આવવાનો ભાજપે દાવો કર્યો છે.
48 વર્ષીય ગાંગુલીને 31 જાન્યુઆરીએ જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. તેમને હાર્ટઅટેક આવ્યા બાદ એક મહિનામાં 2 વખત એન્જિયોપ્લાસ્ટિ કરવામા આવી હતી. ભાજપ પ્રવક્તા ભટ્ટાચાર્યએ જણાવ્યું કે,‘અમે જાણીએ છીએ કે ગાંગુલી હાલ વધુ આરામ કરી રહ્યાં છે. જો તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને તેઓ આવવા માગતા હોય તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. પરંતુ તેઓ સામેલ થશે કે નહીં તે અંગે અમે જાણતા નથી.’
આ મુદ્દે સૌરવ ગાંગુલી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, એવી અટકળો વ્યક્ત કરવામા આવી રહી છે કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ગાંગુલી ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ પાસે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે કોઈ મોટો ચેહરો નથી જે મમતા બેનર્જીને ટક્કર આપી શકે. આ જ કારણે ભાજપ એવો પ્રયાસ કરી રહ્યું છે કે, સૌરવ ગાંગુલીને મુખ્યમંત્રી પદના ચેહરા તરીકે રજૂ કરવામા આવે. ગાંગુલીના નામ પર ભાજપને સફળતા મળવાની શક્યતા વધી જાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31