Last Updated on April 11, 2021 by
અભિનેતા સોનુ સુદ માત્ર લોકોની મદદ નથી કરતો, પણ અનેક વખતે તે સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખુલીને પોતાના મત વ્યક્ત કરે છે. આવો જ એક મુદ્દો છે બોર્ડ પરીક્ષાઓને રદ કરવાની માંગ, તેને લઇને દેશમાં અનેક વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે માંગ કરવામાં આવી રહી છે કે પરીક્ષાઓને રદ કરવામાં આવે અથવા તો બીજો કોઇ માધ્યમથી પરીક્ષા લેવામાં આવે.
બોર્ડની પરીક્ષા ન થવી જોઇએ- સોનુ
આ વચ્ચે સોનુ સુદે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. અભિનેતાએ વિદ્યાર્થીઓના સમર્થનમાં વીડિયો જારી કરતા જણાવ્યું કે વધી રહેલા કેસો વચ્ચે પરીક્ષ ના થવી જોઇએ. વીડિયોમાં અભિનેતા કહે છે કે જ્યારે બીજા દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા હતા, તો ત્યાં પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી, પરંતુ જ્યારે દેશમાં લાખો કેસ નોંધાઇ રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ ન્યાય નહોઇ શકે. મારા મતે કોઈ એવી વ્યવસ્થા ઉભી થવી જોઇએ, જ્યાં વિદ્યાર્થીઓને મુશ્કેલભર્યા સમયમાં પરીક્ષા ના આપવી પડે અને ઇન્ટર્નલ રીતે પરીક્ષા થઇ જાય.
સોનુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. જ્યારે અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સોનુનો આ વીડિયો વિદ્યાર્થીઓમાં જુસ્સો વધારી શકે છે. આ ઉપરાંત આ વીડિયો દ્વારા સરકાર પર પણ પ્રેશર બની શકે છે, કારણ કે સોનુએ તેના કામ દ્વારા એવી ઇમેજ ઉભી કરી છે કે તેના દરેક નિવેદનને ગંભીરતાથી લેવામાં આવે છે.
સોનુ પાસેથી વિદ્યાર્થીઓને અપેક્ષા
અગાઉ પણ સોનુ સુદે અનેક વખતે વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું છે. જ્યારે દેશમાં કોરોનાની પહેલી લહર હતી, ત્યારે પણ અભિનેતાએ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી. ત્યારે પણ સોનુની મુહિમે વિદ્યાર્થીઓની ખૂબ જ મદદ કરી હતી. એવામાં ફરી એક વખત સોનુ પાસેથી જરૂર કરતા વધારે અપેક્ષા છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31