GSTV
Gujarat Government Advertisement

મહામારીનો સામનો કરી રહેલા વિશ્વ સમક્ષ આવી રહ્યું છે નવું સંકટ! 21મી સદીનો માનવી થઇ શકે છે ટેક્નોલોજી વિનાનો

Last Updated on March 7, 2021 by

અનેક મુશ્કેલીનો સામનો કરી પહેલી ધરતીને હવે વધુ એક નવી મુશ્કેલીનો સામનો કરવો તૈયાર રહેવું પડશે. કેમ કે, પૃથ્વી તરફ સૌથી ગરમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ ખતરનાક વાવાઝોડાથી માનવી ટેક્નોલોજી વગરનો પણ થઈ શકે છે. ત્યારે જોઈએ શું છે જિયોમેગ્નેટિક વાવાઝોડું…

શક્તિશાળી જિયોમેગ્નેટિક વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે

કોરોના જેવી મહામારીનો સામનો કરી રહેલી દુનિયા સામે નવું સંકટ આવ્યું છે. એક શક્તિશાળી જિયોમેગ્નેટિક વાવાઝોડું પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. સૂર્ય તરફથી આવી રહેલી આ હવા સાથે સોલાર પાર્ટિકલ 500 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિએથી સ્પેસમાં આગળ વધી રહ્યું છે.

જિયોમેગ્નેટિક વાવાઝોડાનું રેડિએશન ધરતી પર મોટું નુકસાન પહોંચાડી શકે

જિયોમેગ્નેટિક વાવાઝોડાની અસર સટેલાઈટ આધારિત ટેક્નોલોજી પર પડે છે. સોલાર તોફાનથી જીપીએસ, નેવિગેશન, મોબાઈલ ફોનના સિગ્નલ અને સેટેલાઈટ ટીવીના સિગ્નલ પર અડચણ આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ પહેલાં 1859માં સૌથી શક્તિશાળી જિયોમેગ્નેટિક વાવાઝોડું આવ્યું હતું. જેના કારણે યુરોપમાં ટેલિગ્રાફ સિસ્ટમ બંધ થઈ હતી. આ પ્રકારના વાવાઝોડ઼ાના કારણે જિયોમેગ્નેટિક વાવાઝોડાનો અભ્યાસ અને ટેક્નોલોજીના સાધનોને બચાવવા મુશ્કેલ છે. વાવાઝોડાનું રેડિએશન ધરતી પર મોટું નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ધ્વંશ થયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી વાર ઊભુ કરવા અનેક વર્ષો લાગી શકે છે.

સોલાર પાર્ટિકલના કારણે પૃથ્વી પર સેટેલાઈટ પર નિર્ભર સાધનોને નુકસાન થઈ શકે

સોલાર સ્ટોર્મથી દુનિયાની ચિંતા વધી છે, સોલાર પાર્ટિકલના કારણે ધરતી પર સેટેલાઈટ પર નિર્ભર સાધનોને નુકસાન થઈ શકે છે. ધરતી ઉપર વાયુમંડળ ગરમ થતાં સેટેલાઈટના સિગ્નલ ધરતી પર પહોંચતા સમય લાગી શકે છે. NOAAના જણાવ્યા પ્રમાણે સોલાર પાર્ટિકલ તોફાનના કારણે આર્કટિક ધ્રુવીય પ્રકાશનું નિર્માણ થઈ શકે છે. તો સોલાર પાર્ટિકલથી ધ્રુવ પ્રદેશમાં જોવા મળતો પ્રકાશ રંગીન પ્રકાશપૂંજની દિવાલ રચે છે. જેનો નજારો અદભુત હોય છે. જે દક્ષિણ ધ્રુવમાં વાયુમંડળમાં ઉપલા સ્તરમાં દેખાય છે.

ધ્રુવ પ્રદેશમાં જોવા મળતો ધ્રુવીય પ્રકાશ એક એવો પ્રકાશ છે કે જે ધરતી પર મેગ્નેટોસ્ફીયરમાં સોલાર વિંડના ટકરાવવાથી પેદા થાય છે. આમ, થવાથી વાદળી અને લીલા રંગનો પ્રકાશ આકાશમાં જોવા મળે છે. જે ઉત્તરી ગોળાર્ધમાં ધ્રુવીય પ્રકાશનું નિર્માણ કરે છે. જિયોમેગ્નેટિક વાવાઝોડાના કારણે વધુ શક્તિશાળી ધ્રુવીય પ્રકાશ જોવા મળી શકે છે.

This image has an empty alt attribute; its file name is Aurora-3-1024x584.jpg

પ્રકાશ, વીજળી, ચુંબકત્વ અને રેડિએશન જેવી કુદરતી ઊર્જા પૃથ્વી પર અનેક વિસ્મય સર્જે છે. મેઘધનુષ સૂર્ય પ્રકાશનું અનુપમ સર્જન છે અને તે લગભગ બધે જ જોવા મળે છે. પરંતુ ધ્રુવ પ્રદેશમાં સૂર્યના વીજભારવાળાકણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સાથે પ્રક્રિયા કરી રંગીન પ્રકાશપૂંજની દિવાલ રચે છે. ક્ષિતિજમાં દેખાતા આ રંગબેરંગી પ્રકાશ પૂંજને ‘ઔરોરા’ પણ કહેવાય છે. આપણે તેને ધ્રુવીય જ્યોતિ કે મેરૂજ્યોતિ કહીએ છીએ. આ દીપ્તિમય છટા ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં વાયુમંડળમાં ઉપલા સ્તરમાં દેખાય છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો