Last Updated on March 6, 2021 by
ભાજપે કેરળમાં મેટ્રોમેન ઈ. શ્રીધરનને ચૂંટણી બનાવવાની જાહેરાત કરી છે. ભાજપ આ પહેલાં ૭૫ વર્ષ કરતાં વધુ વયના નેતાઓને ચૂંટણી નહીં લડાવવાના નિયમના નામે ઘણા દિગ્ગજ નેતાઓને બાજુ પર મૂકી ચૂકયો છે. હવે ૮૯ વર્ષના શ્રીધરનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવાતાં ભાજપના નેતાઓમાં જ આશ્ચર્ય છે.
ભાજપે પોતાના નેતાઓને નેવે મૂકયા
જો કે સોશિયલ મીડિયા પર લોકો આ નિર્ણયની મજા લઈ રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, શ્રીધરનના કારણે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓ માટે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડવાના દરવાજા પાછા ખૂલી ગયા છે. આનંદીબેન પટેલને શાંતાકુમાર પણ ફરી મુખ્યમંત્રી બની શકશે.
યેદુરપ્પા ખુશીથી નાચતા હોય એવાં મીમ્સ પણ ફરતાં થયાં છે. કેટલાક યુઝર્સે તો ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવારો કોણ કોણ હશે તેની યાદી પણ ફરતી કરી છે. કેટલાક કટાક્ષ કરી રહ્યા છે કે, મોદીને કદાચ હવે ભાન થયું છે કે ઘરડા જ ગાડાં વાળશે તેથી એઈટી પ્લસ ક્લબને પાછી લાવી રહ્યા છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31