Last Updated on March 17, 2021 by
ટેલિકોમ કંપનીઓએ SMS સ્ક્રબિંગને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યા પછી, હવે ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) એ મંગળવારે કહ્યું હતું કે બુધવારથી આ પ્રક્રિયા ફરી શરૂ થશે. દૂરસંચાર કંપનીઓ ટ્રાઇની સૂચના મુજબ સ્ક્રબિંગ પ્રક્રિયા અમલી બનાવી રહી છે. સ્ક્રબિંગ પ્રક્રિયા હેઠળ, દરેક SMS વપરાશકર્તાઓ સુધી પહોંચતા પહેલા રજીસ્ટર નમૂના સાથે ચકાસેલા હોય છે.
ડીએલટી એ બ્લોક ચેન પર આધારિત નોંધણી સિસ્ટમ છે અને ટ્રાઇએ તમામ ટેલિમાર્કેટર્સ માટે ડીએલટી પ્લેટફોર્મ પર નોંધણી ફરજિયાત બનાવ્યું છે. તેનો હેતુ ટેલિમાર્કેટર્સના SMS સ્પામને કાબૂમાં કરવાનો છે.
તેમછતાં, ટ્રાઇએ હાલમાં કન્ટેન્ટ ટેમ્પલેટ રજીસ્ટર થયેલ નથી, અથવા સામગ્રી ગુમ થઈ છે, અથવા રજિસ્ટર્ડ ટેમ્પલેટ અને ડિલિવરી સંદેશ મેળ ખાતા નથી, તો પણ સંદેશ ગ્રાહકને પહોંચાડવાની મંજૂરી આપી છે.
ટ્રાઇએ એક પત્રમાં જણાવ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ સ્ક્રબિંગ પ્રક્રિયામાં નિષ્ફળ થનારા એસએમએસ ટ્રાફિકની ટકાવારી વિશે દૈનિક અહેવાલો આપવાના રહેશે, અને 23 માર્ચ 2021 ના રોજ આખી પ્રક્રિયાની ફરી સમીક્ષા કરવામાં આવશે. 8 મી માર્ચે આ પ્રક્રિયાને અમલમાં મૂકીને લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકાયો હતો.
ટ્રાઈએ એ નિર્ણય નવા નિયમોના કારણે OTP અને SMS આવવામાં પરેશાની થવાની ફરિયાદો મળ્યા બાદ કર્યો છે. અને કંપનીઓને નવા ફ્રેમવર્ક અપનાવવા માટે અને 7 દિવસનો સમય આપ્યો હતો. TRAI એ જૂલાઈ 2018માં સ્પેમથી છૂટકારો આપવા માટે રજીસ્ટર કર્યા વગર સેંડરને કોમર્શિયલ મેસેજ મોકલવાથી રોકવાનો નિયમ SMS Scrubbing બનાવ્યો હતો. જેને 8 માર્ચે લાગૂ કરવામાં આવ્યો હતો. SMS સર્વિસમાં ડિસરપ્શનના કારણે બેંકો, ઈ-કોમર્સ અને બીજી કંપનીઓના SMS આવવામાં ઘણી વાર લાગી રહી હતી. આ મુશ્કેલી કોઈ એક નેટવર્ક અથવા એપની નહિ પરંતુ દરેક જગ્યાની હતી.
શું છે SMS સ્ક્રબિંગ?
દરેક SMS કંટેટને મોકલતા પહેલા તેની વેરિફિકેશનની પ્રક્રિયાને સ્ક્રબિંગ કહેવાય છે. હકીકતમાં, દિલ્લી હાઈકોર્ટે ટેલીકોમ રેગૂલેટર TRAIએ આદેશ આપ્યો કે, તે તરત જ નકલી SMS પર રોક લગાવે. જેના કારણે સામાન્ય લોકો ફસાઈ જતા હતા. કોર્ટના આ આદેશને પુરો કરવા માટે TRAIએ નવી DLT સિસ્ટમ શરૂ કરી. નવા DLT સિસ્ટમાં રજીસ્ટર્ડ ટેમ્લેટવાળા દરેક SMSના કોન્ટેંટને વેરિફાઈ કર્યા બાદ જ ડિલિવરી કરાશે. આ તમામ પ્રક્રિયાને સક્રબિંગ કહેવાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31