Last Updated on March 23, 2021 by
કેબિનેટ મિનિસ્ટર અને ટીવીની તુલસીના નામથી ખ્યાત સ્મૃતિ ઈરાની 45 વર્ષના થયા છે. તેમનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો. એક્ટીંગની દુનિયાથી લઈને રાજકારણમાં પોતાની આગવી જગ્યા બનાવનાર સ્મૃતિ હવે કોઈ ઓળખાણના મોહતાજ રહ્યા નથી. સ્મૃતિ જેવા 16 વર્ષના થયા કે, તેમના શોખ બદલાઈ ગયા. તેમણે રમતમાં ભાગ લેવાનું શરૂ કર્યું, બાદમાં પોતાનું નસીબ ચમકાવવા માટે મુંબઈ ચાલી આવી. જ્યાં થોડા સમયમાં જ મિસ ઈંડિયા કંટેસ્ટમાં તેનું સિલેક્શન થઈ ગયું. તેણે અહીં ટોપ-5માં જગ્યા પણ બનાવી. અહીંથી તેના મોડલિંગ કરિયર અને સ્ટ્રગલની શરૂઆત થઈ હતી.
1988માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો
એક ઈન્ટરવ્યૂમાં સ્મૃતિએ જણાવ્યુ હતું કે, મેં 1988માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. પણ મારા ઘરવાળા લોકોને તેની કોઈ જાણ નહોતી. હું દેખાવમાં એટલી સુંદર પણ નહોતી, કોઈ મોડલની આસપાસ નહોતી. એટલા માટે જ્યારે મને કોન્ટેસ્ટ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય લાગ્યુ હતું, પછી હું ફાઈનલ માટે મુંબઈ આવી હતી.
મુંબઈમાં સંઘર્ષમય જીંદગી
તે આગળ જણાવે છે કે, મારા પિતા કોન્ટેસ્ટમાં ભાગ લેવાના કારણે ખુશ નહોતા.કોઈને વિશ્વાસ નહોતો કે, હું ફાઈનલમાં પહોંચી શકીશ. મેં મારા પિતા પાસેથી 2 લાખ એવું કહીને ઉધાર લીધા કે, હું પાછા આપી દઈશ.હું મુંબઈ આવી અને પુરી ઈમાનદારી સાથે ફાઈનલની તૈયારીમાં લાગી ગઈ. મારી પાસે કોન્ટેસ્ટના આઉટફીટ હતા, તે મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતા. મેં મારા ટ્રેનીંગ સેશન અને ખાવાનું બિલ ચુકવ્યું. બહારનું ખાવાનું, મુંબઈની સફર, ટેક્સીના ભાડા અને ભાડૂ, આમ એકલા રહેતા બધો ખર્ચો મારા પર જ આવતો. દુર્ભાગ્યથી હું અંત સુધી આવી ગઈ, પણ જીતી શકી નહીં.
રેસ્ટોરંટમાં ફર્શ સાફ કરવાનું કામ કરતી
ત્યાર બાદ પૈસા કમાવા માટે મેં રેસ્ટેરંટમાં ફર્શ સાફ કરવાનું કામ કર્યું. રેસ્ટોરંટમાં નોકરી કરતી વખતે સ્મૃતિની મુલાકાત એક અમીર પારસી યુવતી મોના ઈરાની સાથે થઈ. જણાવી દઈએકે, મોના જૂબિન ઈરાનીની પ્રથમ પત્ની છે. મોના, સ્મૃતિને મળી અને બંનેને પાક્કી દોસ્તી થઈ ગઈ. ધીમે ધીમે આ દોસ્તી આગળ વધી.
અહીં મોના નામની અમીર પારસી મહિલા સાથે દોસ્તી થઈ
સ્મૃતિની મુશ્કેલીઓ જોતા કેટલીય વાર મોનાએ તેના ફ્લેટના ભાડા પણ આપ્યા. આવા સમયે બંને વચ્ચે ધીમે ધીમે દોસ્તી ખૂબ વધી. આવા સમયે મોનાએ એક દિવસ સ્મૃતિને પોતાના ઘરમાં રહવાની ઓફર પણ આપી. મુશ્કેલીમાં જિંદગી વિતાવી રહેલી સ્મૃતિએ પણ ઓફર સ્વિકારી અને મોનાના ઘરમાં રહેવા આવી ગઈ. સ્મૃતિની મોનાના પતિ જૂબિન સાથે દોસ્તી થઈ, ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં ફેરવાઈ. જ્યારે સ્મૃતિ ટીવી શોમાં કામ કરવા લાગી ત્યારે તેઓ અલગ રહેવા લાગ્યા.
જૂબિન અને સ્મૃતિએ લગ્ન કરી લીધા
બાદમાં બંને મંજૂરી સાથે અલગ થઈ ગયા અને છૂટાછેડા લઈ લીધા. ત્યાર બાદ જૂબિને સ્મૃતિ સાથે લગ્ન કરી લીધા. જૂબિને માર્ચ 2001માં સ્મૃતિ સાથે લગ્ન કર્યા. જણાવી દઈએકે, લગ્ન બાદ સ્મૃતિનો દિકરા જોહરનો જન્મ 2001માં તે સમયે થયો, જ્યારે તે સીરિયલ ક્યોકિં સાસ ભી કભી બહુ થીનું શૂટીંગ કરી રહી હતી. તેના બે વર્ષ પછી 2003માં સ્મૃતિની દિકરી જોઈશની માતા બની.
અમારા બંનેના પરિવારવાળા અમારા લગ્નથી ખૂબ ખુશ હતા
એક ઈન્ટરવ્યૂમાં સ્મૃતિએ કહ્યુ હતું કે, મેં જૂબિન સાથે લગ્ન કર્યા, કારણ કે મારે તેની જરૂર હતી. હું તેની પાસેથી સલાહ લેતી હતી. તેની સાથે વાત કરતી હતી. અમે દરરોજ મળતા હતા. તો પછી અમે વિચાર્યુ કે કેમના બંને લગ્ન જ કરી લઈએ અને હંમેશા માટે એકબીજાના સારા એવા મિત્રો બની જઈએ. મારા અને તેના ઘરવાળા અમારા બંનેના લગ્નથી ખૂબ ખુશ હતા. તેમને અમને આશીર્વાદ પણ આપ્યા હતા.
સ્મૃતિ જણાવે છે કે, હું ક્યારેય મારા પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરવા માગતી નહોતી. કારણ કે, મારૂ હંમેશા માનવુ હતું કે, પોતાના ફેમિલીને દુ:ખ આપીને કોઈ કપલ ક્યારેય સુખી થઈ શકતુ નથી. તેમના લગ્નજીવન પણ બરબાદ થઈ જાય છે.
મારે તો ફક્ત જૂબિન સાથે મતલબ હતો
આગળ જણાવે છે કે, હું ખૂબ ખુશ છુ કે, જૂબિન મારી સાથે છે. તે મારા માટે એક ઉર્જા સમાન છે. લોકોને આશ્ચર્ય થશે કે, મારા લગ્ન આટલા સફળ કેમ છે. કારણ કે, જૂબિનના પ્રથમ છૂટાછેડા થઈ ગયા હતા. પણ જૂબિનની પ્રથમ પત્ની મોના અને તેની દિકરી શનેલ મારી સારી એવી મિત્ર છે. તેમના વચ્ચે અલગ થવામાં મારો કોઈ સંબંધ નથી. મારો મતલબ ફક્ત જૂબિન સાથે હતો, બાળકો સાથે હતો, મારા માટે આટલુ ઘણુ બધુ છે.
એક સાવકી દિકરી પણ છે
સ્મૃતિ ઈરાનીની એક સાવકી દિકરી પણ છે. હકીકતમાં જોઈએ તો, જૂબિને સ્મૃતિ પહેલા મોના સાથે લગ્ન કર્યા હતા. મોનાથી તેને શનેલ નામની દિકરી થઈ હતી. જે અમેરિકાની જોર્જટાઉન યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરી રહી છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31