GSTV
Gujarat Government Advertisement

ટીપ્સ / રંગ અથવા પાણીમાં પલળી ગયો સ્માર્ટફોન ? સાફ કરતા સમયે ન કરતા આ ભૂલ નહિ તો….

Last Updated on March 29, 2021 by

હોળી રંગોનો તહેવાર છે. આ સમય દરમિયાન ઘણી વખત આપણા સ્માર્ટફોન અને અન્ય ઉપકરણો રંગ અને પાણીથી ભીંજાય જાય છે. આવી સ્થિતિમાં, તેમને સાફ કરવું એ સૌથી મુશ્કેલ કાર્ય છે. ઘણી કોશિશ કર્યા પછી પણ હોળીનો રંગ ફોન પર રહે છે. રંગમાંથી છુટકારો મેળવવાની પ્રક્રિયામાં આપણે ઘણી વખત ફોન બગાડતા બેસીએ છીએ. તો અહીં અમે તમને તે મહત્વની બાબતો વિશે જણાવી રહ્યા છીએ કે તમારે તમારા ફોન અને ગેજેટ્સમાંથી હોળીનો રંગ સાફ કરતી વખતે કેવી કાળજી લેવી જોઈએ.

ન કરતા આ ભૂલ

ઘણા લોકો ફોન અથવા ગેજેટ્સમાંથી રંગ દૂર કરવા માટે સેનિટાઇઝર અથવા આલ્કોહોલ સીધા ફોન પર મૂકે છે. આ ભૂલ કરશો નહીં. આ સિવાય ઘણા લોકો સાબુ અથવા ડીટરજન્ટ પાવડરનો ઉપયોગ પણ શરૂ કરે છે. આ એકદમ ખોટું છે. આનાથી ઉપકરણમાં ખામી થઈ શકે છે. ફોન પરથી રંગ દૂર કરવા માટે, કોઈપણ કપડા અથવા રૂમાલ પર પ્રવાહી હેન્ડ સેનિટાઈઝર લગાવો અને ફોનને નરમાશથી સાફ કરો.

રંગથી ખરાબ થવાથી આવી રીતે બચાવો ફોન

દાગ જો વધારે હોય તો તમે રબિંગ આલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકો છો. ફોનના સ્પીકર્સ, માઈક, ચાર્જીંગ પોર્ટસ અને હેડફોન જેક્સને કવર કરવા માટે ટેપનો ઉપયોગ કરો. તેનાથી હોળીના રંગો તમારા ફોનની અંદર નહિ જાય.

પાણીમાં જવા પર અપનાવો આ રીત

કેટલીક વાર ફોન ભૂલથી પાણીમાં પલળી જાય છે. એવામાં ફોનને સૌથી પહેલા સ્વિચ ઓફ કરો. બાદમાં સિમ કાર્ડ કાઢી તેને કોરા કપડાથી લૂછીને તડકામાં સૂકવો. એક સુંદર રીત ચોખા પણ છે. ફોનને સ્વિચ ઓફ કરીને કેટલાક કલાકો માટે ચોખાના ડબ્બામાં ઢાંકીને તેને મુકી દો. ચોખા તમામ ભેજ ચૂસી લે છે. ઓછામાં ઓછા 5 કલાક સુધી સ્માર્ટફોનને ઓન ન કરો. તે બાદ તેમાં સિમકાર્ડ નાંખ્યા વગર તેને ચેક કરી જુઓ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો