Last Updated on April 1, 2021 by
બોલિવૂડ સિંગર અને કંપોઝર બપ્પી લહેરીને કોરોના થયો છે. તેમને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બપ્પીની દિકરી રીમ લહેરીએ આ પ્રકારનું સ્ટેટમેન્ટ જાહેર કરીને જાણકારી આપી છે.
હોસ્પિટલમાં ભરતી છે બપ્પી લહેરી
નિવેદનમાં લખ્યુ છે કે, બપ્પીદાએ ખૂબ કાળજી રાખી છે, પણ તેમ છતાં તેમનામાં કોરોનાના હળવા લક્ષણો વર્તાઈ રહ્યા છે. તેમને પોતાની ઉંમરના કારણે બ્રિચ કૈન્ડી હોસ્પિટલમાં ડો. ઉડવાડિયાની દેખરેખ હેઠળ ભરતી કરવામાં આવ્યા છે. તે જલ્દીથી સાજા થઈ જશે. તેમને હંમેશા તમારી પ્રાર્થનામાં રાખવા માટે આભાર.
બપ્પી લહેરીએ બોલિવૂડમાં ખૂબ લાંબી ઈંનિગ્સ પુરી કરી છે. તે 500થી વધારે ગીત કંપોઝ કરી ચુક્યા છે. બપ્પી લહેરીના ગીતો ફેન્સ વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. પોપ મ્યૂઝિકને બોલિવૂડનો એક મહત્વનો ભાગ બનાવવામાં બપ્પી લહેરીનું ખૂબ મોટુ યોગદાન છે. બપ્પી લહેરી પોતાની ગીતોની સાથે સાથે અઢળક સોનું પહેરવા માટે પણ જાણીતા છે.
આપને જણાવી દઈએ કે, કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. બોલિવૂડ ઈંડસ્ટ્રીઝમાં કેટલાય સ્ટાર કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કાર્તિક આર્યન, આમિર ખાન, સતીશ કૌશિક, રણબીર કપૂર, સંજય લિલા ભંસાલી, અમિતાભ બચ્ચન, જેવા કેટલાય સ્ટારને કોરોના થયો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31