GSTV
Gujarat Government Advertisement

માંગમાં સિંદૂર લગાવવાના 1 નહીં 4 છે કારણો, ત્રીજુ કારણ તો દરેક મહિલાને હોય છે પસંદ

Last Updated on February 25, 2021 by

હિન્દુ ધર્મ સમગ્રપણે સંસ્કૃતિ અને પરંપરાઓ પર નિર્ભર છે. હિન્દુ ધર્મમાં કેટલીય એવી પ્રાચીન પરંપરાઓ છે. જે સદીઓથી ચાલી આવે છે અને જેનું પાલન લોકો આજે પણ કરતા હોય છે. કહેવાય છે કે, આજ પ્રાચીન પરંપરાઓના કારણે ભારત દુનિયામાં આજે પોતાની એક અલગ ઓળખાણ બનાવી ચુક્યુ છે. હિન્દુ ધર્મની અમુક પ્રાચીનતાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હોય છે આ વૈજ્ઞાનિક મહત્વ વિશે. મોટા ભાગના લોકો તેને રૂઢિવાદી પરંપરા તરીકે જોતા હોય છે.

તેમાનુ જ એક છે હિન્દુ ધર્મમાં લગ્નમાં મહિલાઓનું સિંદૂર લગાવવું. મોટા ભાગે તમે હિન્દ ધર્મની પરણેલી સ્ત્રીઓના માથામાં સિંદૂર લગાવેલુ જોયુ હશે. હિન્દુ ધર્મમાં સિંદૂરને સુહાગનું પ્રતિક માનવામાં આવે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સિંદૂર લગાવાના લઈને કેટલાય નિયમો ગણાવ્યા છે. તેનાથી સંબંધિત કેટલીય વાતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેનુ પાલન કરવાથી મહિલાની સાથે સાથે તેના પરિવારને પણ લાભ થાય છે. આ સાથે જ સિંદૂર કોઈ પણ સ્ત્રિના અખંડ સૌભાગ્યવતી હોવાનું પ્રતિક પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂર લગાવતી સ્ત્રીના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે અને સ્ત્રિના સૌભાગ્યના દરવાજા ખુલી જાય છે.

આવો જાણીએ સિંદૂર લગાવા પાછળના કારણો…

  1. કહેવાય છે કે, હિન્દુ ધર્મ અનુસાર જો પત્ની વચ્ચે માંગમાં સિંદૂર લગાવે છે. તો તેના પતિનું અકાળે મૃત્યુ થતું નથી. દરેક સંકટમાં તે પતિની સુરક્ષા કરે છે. આ સાથે જ પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને પણ સુમધૂર બનાવે છે. કહેવાય છે કે, દિવાળી અને નવરાત્રિ દરમિયાન પતિ દ્વારા પત્નીના માથામાં સિંદૂર લગાવવાનું ખૂબ જ શૂભ માનવામાં આવે છે.

2 કહેવાય છે કે, હિન્દુ ધર્મમાં સિંદૂરનો ઉલ્લેખ રામાયણ કાળમાં પણ મળી આવે છે. બતાવાય છે કે, રામાયણનું પાત્ર સીતા માતા સિંદૂરનો પ્રયોગ કરતા હતા અને એક વાર હનુમાને સીતા માતાને પૂછ્યુ હતું કે, તમે સિંદૂર શું કામ લગાવો છો. તો તેના પર સીતાએ જણાવ્યુ હતું કે, તેનાથી ભગવાન રામને ખુશી મળે છે. કહેવાય છે કે, ખુશી મળતા શરીર સ્વસ્થ રહે છે. અને તેનાથી આયુષ્ય વધે છે.

3. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સિંદૂર લગાવાથી સૌભાગ્યવતી સ્ત્રિની સુંદરતામાં વધારો થાય છે. તથા સ્ત્રિને દોષ મુક્તિ પણ મળે છે. આ સાથે જ સિંદૂર લગાવાથી માતા પાર્વતી સૌભાગ્યવતી હોવાના આશિર્વાદ પણ આપે છે.

4. કહેવાય છે કે, પૌરાણિક કથાઓમાં જણાવ્યા અનુસાર માતા લક્ષ્મીના સન્માન તરીકે સિંદૂર માનવામાં આવે છે. તથા માતા લક્ષ્મી પૃથ્વીના ચારેય છેડે નિવાસ કરે છે. જેમાં એક સ્ત્રિનું માથુ પણ છે. આ કારણે સ્ત્રિના માથામાં સિંદૂર લગાવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો