Last Updated on March 1, 2021 by
સામાન્ય રીતે ડ્રાઈ ફ્રુટ્સ અને ખાસ કરીને કાજુનો સ્વાદ તમામ લોકોને ખૂબ સપંદ આવે છે. તેની સાથે જ કાજુ સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. પરંતુ સીમિત માત્રામાં જ. જો કાજુનો જરૂર કરતા વધારે સેવન કરવામાં આવે તો તમારા સ્વ્સ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. આજે અમે તમને જણાવીશુ વધારે પડતા કાજુના સેવનથી થતી અસરો વિશે.
માથાનો દુખાવો
જો તમને સામાન્ય રીતે માથાનો દુખાવો તથા માઈગ્રેનની તકલીફ છે તો કાજુથી દુર જ રહો. કાજુમાં એમિનો એસિડ ટાઈરામિન અને ફેનેલેથાઈલમાઈન રહેલા હોય છે. જે તમારા માથાના દુખાવાની તકલીફને વધારે છે.
વજન
કાજુને એક હાઈ કેલેરી ફૂડ આઈટમ માનવામાં આવે છે. જેના કારણે વધારે સેવનથી તમારો વજન વધવાનું શરૂ થાય છે. તેનું સેવન ખૂબ જ સીમિત માત્રામાં કરવું જોઈએ. લગભગ 30 ગ્રામ કાજુમાં 163 કેલેરી અને 13.1 ફેટ મળે છે. જેથી તમે નિયમિત અથવા વધારે માત્રામાં કાજુનુ સેવન કરો છો તો તમારા વેટલોસ ગોલ્સને પણ પુરુ નહિ કરી શકો.
દવાઓની અસર ન થવી
કાજુનો અતિશય વપરાશ તમારા શરીરમાં દવાઓ પેદા કરે છે. 3 થી 4 કાજુમાં 82.5mg મેગ્નેશિયમ હોય છે. કાજુ મેગ્નેશિયમ ડાયાબિટીઝ, થાઇરોઇડ, પેશાબ અને સંધિવાની દવાઓ પર અસર કરે છે.
બ્લડ પ્રેશર
જો કોઈ વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ છે તો તેને ભૂલથી પણ કાજુનુ સેવન ન કરવુ જોઈએ. તમને કદાચ ખબર નહિ હોય પણ કાજુમાં સોડિયમ મળી આવે છે. જે બ્લડ પ્રેશરને વધારે છે. આવી સ્થિતીમાં તમને ઘણી પરેશાની થઈ શકે છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31