Last Updated on February 26, 2021 by
બિગ બોસ -13 નો વિજેતા બન્યા પછી સિદ્ધાર્થ શુક્લા દેશના સૌથી પ્રખ્યાત કલાકારોમાંના એક છે. સિદ્ધાર્થ શુક્લા સતત તેના ચાહકો વિશે વાત કરે છે. તે હંમેશા સમાચારોમાં રહે છે.સિદ્ધાર્થ શુકલાએ પોતાની લગ્ન વિશે ફેલાઈ રહેલી ચર્ચાઓને લઈને ખૂબજ રોચક અંદાજમાં પોતાની વાત રાખી છે.
હકીકતમં, ટ્વિટર પર તેના એક ફેન સાથે વાત કરતા સમયે સિદ્ધાર્થ શૂકલાએ તેને લઈને સ્થિતી સાફ કરી છે. તેણે લગ્ન નથી કર્યા. ફેન્સના સવાલો પર સિદ્ધાર્થે લખ્યુ કે, ભાઈ કુંવારાનો ટેગ સારો છે. હું તો કુંવારો છું પણ મીડિયાવાળાઓએ મારા લગ્ન કરાવી દીધા. કદાચ તે લોકો મારા વિશે મારા કરતા પણ વધુ સારી રીતે જાણે છે.
Bhai @sidharth_shukla
— Shivam malik (@MALIK_SHIVAMJAT) February 25, 2021
Meri girlfriend keh rhi hai jab tak reply or follow back nhi doge shadi nhi karegi kya chahte ho main kuwara rahu aisa n Karo reply do?? plz shadi hogi to main apke liy spl karunga ek reply.???#SidharthShukla
વાયરલ થઈ સિદ્ધાર્થ અને શહનાઝની લગ્નની તસ્વીર
સિદ્ધાર્થ શૂકલા અને શેહનાઝ ગીલ વચ્ચે સ્પેશલ બોન્ડિંગને લઈને બંન્ને સેલીબ્રિટી લતત ચર્ચામાં રહ્યા. તે ઉપરાંત શેહનાઝ ખુલીને તેના પ્રેમનો ઈકરાર કરી ચૂકી છે પરંતુ સિદ્ધાર્થે હમેંશા બંન્નેને સારા મીત્ર બતાવ્યા છે. કેટલાક દિવસો પહેલા ફેન્સે બંનેની તસ્વીરોને એડિટ કરીને પતિ-પત્નીની જેમ દર્શાવી હતી. તે ફોટોને ઘણા સમયથી ચર્ચા જોર પકડયુ હતું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31