Last Updated on March 12, 2021 by
આર્કટિક સર્કલ વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાંત સાઈબિરિયામાં ડીઝલ ઢોળવા બદલ નોરિલ્સ્ક નિકલ નામની કંપનીને 2 અબજ ડૉલરનો દંડ કરાયો છે. ગયા વર્ષે કંપનીની બેદરકારીથી આર્કટિકના શુદ્ધ વાતાવરણને દૂષિત કરતી આ ઘટના બની હતી. 21 હજાર ટન ડીઝલ નદી અને જમીન પર ઢોળાયું હતું. સ્થિતિ ગંભીર થતાં રશિયન પ્રમુખે ત્યાં પર્યાવરણીય કટોકટી જાહેર કરી હતી. આર્કટિક એટલે કે ધરતીના ઉત્તર ધુ્રવના પર્યાવરણને હાની પહોંચાડનારી એ એક મોટી દુર્ઘટના હતી.
કંપનીએ આ નુકસાન પેટે 2 અબજ ડૉલરનો દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી. કંપની નિકલ ઉત્પાદક છે અને રશિયાના નોરિલ્સ્ક શહેરમાં આવેલી છે. શહેરને જે નુકસાન થયું એ રકમમાંથી સુધારવાનો પ્રયાસ કરાશે. રશિયાના ઈતિહાસનો આ સૌથી મોટો પર્યાવરણ દંડ છે. આ અકસ્મતા પછી 2020માં કંપનીનો નફો પણ 39 ટકા ઘટયો હતો.
થર્મલ પાવર પ્લાન્ટમાં આવેલી બળતણની ટાંકીમાં ભાંગ-તૂટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તેના કારણે સ્થાનિક પર્યાવરણને અને જળમાર્ગ સાથે જ્યાં જ્યાં ડીઝલ ગયુ ત્યાં મોટુ નુકસાન થયુ છે. જળચર જીવોના મૃત્યુ થયા છે. ઢોળાયેલું ઓઈલ લગભગ 350 ચોરસ કિલોમીટર દૂર સુધી પથરાયુ હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31