Last Updated on April 5, 2021 by
ટીવીના પોપ્યુલર શૉ ભાભીજી ઘર પર હૈ ફેમ અંગુરી ભાભી ઉર્ફ શુભાંગી અત્રે કોરોના પોઝિટિવ મળી આવી છે. શુંભાગીએ જણાવ્યુ કે, તે હાલ હોમ કવોરન્ટાઈન છે. ડૉક્ટરની સલાહ અનુસાર તે દવાઓ લઈ રહી છે. “મને છેલ્લા બે દિવસથી લક્ષણો જોવા મળ્યા હતા, ત્યારબાદ મારે રેપિડ ટેસ્ટ કરાવ્યો, મારે RTPCR ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ સવારે પોઝિટિવ આવ્યો છે. મેં મારી જાતને હોમ ક્વોરેન્ટાઇન કરી છે અને દવા ઘરે ચાલી રહી છે. મને તાવ હતો, પરંતુ મને ટોનસિસલ્સની સમસ્યા થઈ રહી હતી, મેં વિચાર્યું હતું કે તેવું જ છે, પરંતુ જ્યારે મને વધુ લક્ષણો મળ્યાં ત્યારે તરત જ એક ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. “
તો તેને કહ્યુ કે મારા પતિ અને પુત્રીનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તેમજ શુંભાગીએ કહ્યુ કે, મારા પતિના ભાઈ ડૉકટર છે અને હું તેની સલાહ લઈ રહી છું.
શૂટિંગમાંથી એકટ્રેસે લીધો બ્રેક
શૂટિંગ વિશે તેણીએ કહ્યુ કે, અમારી શૂટિંગ તો આમ પણ બંધ જ હતી. કારણ કે અમારી પાસે કેટલાક એપિસોડ બેકઅપમાં હતા જેથી અમે હોળીના દિવસથી જ રજાઓ માણી રહ્યા છીએ.
સિંગર અભિજીત પણ થયો કોરોના સંક્રમિત
શુભાંગી ઉપરાંત સિંગર અભિજીત સાવંત પણ કોરોના પોઝિટિવ થયો છે. અભિજીતે આ માહિતી ટ્વિટર પર પોસ્ટ શેર કરીને આપી છે. અભિજીતે કહ્યુ કે, હુ કોરોના પોઝિટિવ થયો છું. તમે સુરક્ષિત રહો અને સાવધાનીઓ રાખો માસ્ક પહેરીને રાખો તેને ઈગ્નોર ન કરો.
I tested Covid positive.. Be safe take all precautions. Don’t ignore wearing mask ?? #CoronavirusIndia #COVIDSecondWave #Govinda #bollywoodsinger #Bollywood
— Abhijeetsawant (@abhijeetsawant5) April 5, 2021
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31