Last Updated on March 17, 2021 by
ગ્લેમરની દુનિયામાં કેટલાક એવા રહસ્યો હોય છે જે બહારથી દેખાતા સારા માહોલના કારણે ઘણીવાર દબાય જાય છે. પરંતુ જયારે તે રહસ્યો બહાર આવે છે ત્યારે તેના પર વિશ્વાસ કરવો મુ્શ્કેલ થઈ જાય છે. હાલમાં જ શ્રદ્ધા કપૂરની મેકઅપ આર્ટિસ્ટ હિયાવી સેગલે પોતાના એક્સ બોયફ્રેંડ અને દીપીકા પાદુકોણના મેકઅપ આર્ટિસ્ટ રહી ચૂકેલા Florian Hurel પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શ્રદ્ધાની મેકઅપ આર્ટિસ્ટનો ગંભીર આરોપ
હિયાવીએ સોશ્યલ મીડિયા પર કેટલીક પોસ્ટ દ્વારા જણાવ્યુ કે. Florianએ તેની જીવન તબાહ કરી નાંખ્યુ છે. તેના લીધે તે ખુદને ખોઈ રહી છે. એક યૂઝરે પૂછવા પર હિયાવીએ કહ્યુ કે, Florianઅ મને એ હદ સુધ પહોંચાડી કે હું ખુદને ઓળખી શકતી નથી. પહેલા તેણે મારા જીવન પર કંટ્રોલ કરવાની કોશિશ કરી અને મેં તેનો વિરોધ કર્યો તો માર મારવાનુ શરૂ કર્યુ. ત્યારબાદ સમય સાથે તેણે થપ્પડો સુધી વાત પહોંચી, હાડકા તૂટ્યા, મારપીટના નિશાન. કેટલાક વાર મને લાગુતુ હતુ કે કયાંક હું તો ખોટી નથી. મેં દારૂ પીવાનુ પણ શરૂ કરી દીધુ જે કારણે હિંસા વધારે વધી ગઈ.
લોકો પાસે શુ કરી અપીલ?
હિયાવી માને છે કે તે ખરાબ રીતે માનસિકરૂપથી હારી ગઈ છે. તેણે આરોપ લગાવ્યો છે કે, Florian તેના તમામ પૈસા પણ લઈ લીધા અને તેનો કૂતરો પણ સાથે લઈ ગયો. હવે તે જયારે આ સ્થિતીમાંથી બહાર આવી ચૂકી છે ત્યારે તે પોતાની જાતને ખુશકિસ્મત માને છે. તેણે તમામને એ અપીલ કરી કે, અન્યાય સામે ખુલીને બોલો. મુસીબત હોય તો તરત જ પોલિસને સંપર્ક કરો.
ખરાબ રીતે ફસાયો દીપિકાનો મેકઅપ આર્ટિસ્ટ
હિયાવીએ તેની ચેટમાં કહ્યુ કે, Florian સાથે પહેલા તેને બોસ અને આસિસ્ટન્ટના રિલેશન હતા. પરંતુ બાદમાં બંને એકબીજાની નજીક આવ્યા અને ડેટ કરવા લાગ્યા. હિયાને સોસ્યલ મીડિયા તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. હજુ સુધી Florian આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તો આ ખુલાસા બાદ હિયાવીએ પોતાનું ઈન્સટા અકાઉન્ટ પ્રાઈવેટ કરી લીધુ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31