Last Updated on March 25, 2021 by
શૂટઆઉટ એટ લોખંડવાલા અને શૂટઆઉટ એટ વડાલાની સફળતા બાદ જલ્દી જ તેનો પાર્ટ 3 બનવાનો છે. હવે આવનારી સીરીઝ બનાવવા માટે નિર્દેશક સંજય ગુપ્તાએ મંજૂરી આપી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે, જલ્દી તેના ઉપર કામ શરૂ કરવામાં આવશે. આ વખતે સીરીઝ વર્ષ 1992માં જેજે હોસ્પિટલની પાસે થયેલા શૂટઆઉટ ઉપર આધારિત હશે.
એક રિપોર્ટ પ્રમણે સુત્રોએ દાવો કર્યો છે કે, શૂટઆઉટ સીરીઝની જબરદસ્ત કામયાબીને જોતા તેના ત્રીજો ભાગ બનાવવા ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. સંજય ગુપ્તા આ પ્રોજેક્ટ ઉપર આવનારા વર્ષથી કામ શરૂ કરી શકે છે. હજી સ્ક્રિપ્ટીંગ અને બાકીની વસ્તુઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે.
દાઉદ અને અરૂણ ગૈંગની વચ્ચેની દેખાડશે લડાઈ
સુત્રોના જણાવ્યા પ્રમાણે શૂટઆઉટ 3માં વર્ષ 1992માં મુંબઈની જેજે હોસ્પિટલની બહાર થયેલા શૂટઆઉટની ઘટનાને દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં આ સમયે દાઉદ ઈબ્રાહિમ અને અરૂણ ગાવલીના સદસ્યોની વચ્ચે થયેલી લડાઈ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શૂટઆઉટ 3 ગૈંગવોર્સ ઓફ બામ્બે નામ દેવામાં આવી શકે છે.
નવા એક્ટરોને મળી શકે છે તક
કહેવામાં આવી રહ્યું છે કે, ત્રીજા ભાગમાં નવા એક્ટર્સને તક મળી શકે છે. કારણ કે સંજય ગુપ્તા સહિત બાલાજી ટેલિફિલ્મસની એકતા કપુરનું પણ માનવું છે કે લીડ રોલમાં નવા એક્ટરને તક આપવામાં આવે. જો કે, હજી સ્ક્રિપ્ટિંગ ઉપર કામ ચાલી રહ્યું છે. સ્ટાર કાસ્ટને લઈને હજું કઈ ફાઈનલ થયું નથી.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31