Last Updated on March 18, 2021 by
શિવસેનાએ રાષ્ટ્રીય સંપત્તિઓના ખાનગીકરણ મુદ્દે ગુરુવારે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શિવસેનાએ રેલવે મંત્રી પિયૂષ ગોયલના આશ્વાસન પર સવાલ ઉઠાવતા કહ્યું કે,‘સમગ્ર દેશમાં શું એવો માહોલ જોવા મળે છે કે આમના આશ્વાસન પર વિશ્વાસ કરી શકાય.’ પિયૂષ ગોયલે રેલવેનું ખાનગીકરણ નહીં થાય તેવું સંસદમાં કહ્યું હતું.
સામનામાં મોદી સરકાર પર આકરા પ્રહારો
આ મામલે શિવસેનાએ સામનામાં તંત્રી લેખ થકી મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,‘સંસદમાં રેલવે મંત્રી રેલવેનું ખાનગીકરણ નહીં થાય તેમ કહે છે. પ્રકાશ જાવડેકરે એલઆઈસીનું ખાનગીકરણ નહીં થાય એમ કહે છે. આ બંને મંત્રીઓના આશ્વાસન પર કેટલો વિશ્વાસ કરી શકાય? વડાપ્રધાન મોદી- નાણામંત્રી નિર્મલા સીતારમણ તો તેનાથી વિપરીત જ કામ કરે છે. જે તમે કમાયું જ નથી, તેને વેચીને ખાવું એ કયો ધર્મ છે?’
ખાનગીકરણ સામે વાંધો ઉઠાવ્યો
શિવસેનાએ સવાલ કર્યો કે,‘દેશના ટોચના પોર્ટ, એરપોર્ટ અને બેંકોનું ખાનગીકરણ શરૂ થઈ ગયું છે. મોદી સરકાર બધી જાહેર સંપત્તિ ખાનગી હાથમાં આપવા માંગે છે. એર-ઈન્ડિયા, મજગાંવ ડૉક, પોર્ટ, બેંક એ જાહેર સંપત્તિ જ હતી. પોર્ટ-એરપોર્ટ જેવી જાહેર સંપત્તિઓ પર હવે અદાણી જેવા ઉદ્યોગપતિઓના બોર્ડ લાગેલા છે. રેલવે અમુક સ્ટેશનોનું ખાનગીકરણ, 150 ખાનગી ટ્રેન, BSNL-MTNL પણ મોદી સરકારના ખાનગીકરણના એજન્ડામાં સામેલ છે. મોદી સરકારની આર્થિક નીતિ રાષ્ટ્ર કે જનહિતમાં તો નથી, પરંતુ 2-4 ઉદ્યોગપતિના હિતમાં છે.’
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31