Last Updated on March 10, 2021 by
શિવરાત્રિનું પર્વ દેવોના દેવ મહાદેવ ને રીઝવવા માટે નો અનેરો પર્વ છે શિવરાત્રીએ કરેલા શિવપૂજનથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે જાણીતા જ્યોતિષી ચેતન પટેલ ના જણાવ્યા પ્રમાણે શાસ્ત્ર અનુસાર શિવરાત્રી ના ચાર પ્રહર ની પૂજા કરવાથી વિશેષ અક્ષય પુણ્ય ફળ મળે છે અને શિવ કૃપા પ્રાપ્ત થાય છે
શિવરાત્રી પૂજા ના ચાર પ્રહર
મહાનિશિથકાળ પૂજા સમય
૧૨- ૦૭ થી ૧૨-૫૫ શાસ્ત્રો અનુસાર નિશીથ કાળ દરમિયાન મહાશિવરાત્રીની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે, ભક્તો તેમની અનુકૂળતા મુજબ ભગવાન શિવની પૂજા પણ કરી શકે છે. શિવરાત્રી દરમીયાન મહાનીશિથ કાળ પુજન ને શ્રેષ્ઠ માનવામાં આવે છે
રાત્રીના ૧૨-૦૭ મિનીટ થી ૧૨-૫૫.
ચાર પ્રહર પૂજા સમય
પહેલું પ્રહર સાજે ૬-૪૫ થી રાત્રે ૯-૪૫
બીજું પ્રહર ૯-૪૫ થી ૧૨-૪૬
ત્રીજું પ્રહર ૧૨.૪૭ થી ૩.૪૮
ચોથું પ્રહર ૩.૪૯ થી ૬.૫૨
શિવપુરાણ મુજબ શિવપૂજામાં ખાસ કરીને રુદ્રાક્ષ ધારણ કરી ને કપાળે ભસ્મથી ત્રિપુંડ કરીને શિવ પંચાક્ષર મંત્ર જાપ સાથે શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કરી બિલી પત્ર દ્વારા શિવ પૂજન કરવાથી શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શિવ ની પૂજામાં આ વિશેષ મંત્રો નું પણ અનેરું મહત્વ છે
ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ઓમ !
મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત્ય જન્મ – મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બન્ધનૈ !
ૐ ત્રયમ્બકં યજામહે ।
સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।
મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
ૐ તપુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર : પ્રચોદયાત્ |
શિવ પૂજા સામગ્રી
શુદ્ધ જળ, ગાયનું દૂધ, બિલ્વ પત્ર, ચંદન પાવડર, પુષ્પ, ભસ્મ ( ધૂપ માટે કર્પુર )
જયોતિષી ચેતન પટેલ
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31