Last Updated on March 16, 2021 by
સોનિયા-રાહુલના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા આનંદ શર્મા અને કપિલ સિબ્બલ ભવિષ્યમાં કોઈ હોદ્દા નહીં લેવાની જાહેરાત કરશે એવું તેમની નજીકનાં સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસમાં સોનિયા-રાહુલના નેતૃત્વ સામે સવાલ ઉઠાવનારા નેતા રાજ્યસભાની ટિકિટ માટે દબાણ કરવા ત્રાગાં કરી રહ્યા છે એવી વાતો રાહુલ-સોનિયા જૂથના નેતા કરી રહ્યા છે.
રાહુલ-સોનિયા જૂથના નેતા કરી રહ્યા છે
આ આક્ષેપોનો જવાબ આપવા શર્મા-સિબ્બલે આ નિર્ણય લીધો છે. શર્મા-સિબ્બલ બંને હાલમા રાજ્યસભાના સભ્ય છે. બંનેની મુદત ૨૦૨૨માં પૂરી થાય છે. એ પહેલાં જ બંને હવે પછી રાજ્યસભાની ચૂંટણી નહીં લડવાનું એલાન કરશે. એ પછી ગુલામ નબી આઝાદ સહિતના ૬૫ વર્ષની વય વટાવી ચૂકેલા કોંગ્રેસના બીજા નેતા પણ આવી જ જાહેરાત કરે એવી શક્યતા છે.
શર્મા-સિબ્બલે આ નિર્ણય લીધો
કોંગ્રેસના બળવાખોર નેતા વ્યક્તિગત એજન્ડા માટે રાહુલ-સોનિયાનો વિરોધ કરે છે એવી વાતોથી કપિલ સિબ્બલ ગુસ્સામાં છે. સિબ્બલે સોમવારે આ મુદ્દે આક્રોશ ઠાલવીને કહ્યું કે, સોનિયાને પત્ર લખનારા મોટા ભાગના નેતા સાંસદ પણ નથી ત્યારે રાજ્યસભાની ટિકિટ માટે ત્રાગાં હોવાનો બકવાસ બંધ કરવો જોઈએ.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31