GSTV
Gujarat Government Advertisement

પોર્ટમાં ભાગીદારી ખરીદવાથી અદાણીના શેરમાં ઉછાળો, સેંસેક્સ 493ના વધારા સાથે 50,000ને પાર

Last Updated on March 23, 2021 by

સપ્તાહના બીજા કારોબારી દિવસમાં બજાર ગ્રીન ઝોનમાં રહ્યું છે. આજે અદાણી પોર્ટ્સના શેર 4.68 ટકા ઉછળીને 755.35 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આજે કારોબારના અંતમાં 280.15 આંકડાના વધારાની સાથે 50,051.44 ઉપર અને નિફ્ટી 78.35 આંકડાના વધારા સાથે 14,814.75 રૂપિયા ઉપર બંધ થયો છે.

અદાણી પોર્ટ્સે આંધ્ર પ્રદેશના ગંગાવરમ પોર્ટમાં ડીવીએસ રાજુ અને તેના પરિવારની 58.1 ટકા ભાગીદારી 3604 કરોડ રૂપિયામાં ખરીદવાની જાહેરાત કરી હતી. તેનાથી કંપનીની હવે આ પોર્ટમાં ભાગીદારી 89.6 ટકા સુધી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 3 માર્ચના રોજ અડાણી પોર્ટ્સે ગંગાવરમ પોર્ટમાં વારબર્ગ પિંક્સની 31.5 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી. અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડમાં છેલ્લા ત્રણ દિવસમાં આશરે 10 ટકા સુધી વધ્યો છે. તે એક વર્ષમાં 256 ટકા સુધી વધ્યો છે.

સેંસેક્સ 50 હજારને પાર

મંગળવારે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેંસેક્સ 105 આંકના વધારા સાથે 49,876.21 ઉપર ખુલ્યો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ સેંસેક્સ 456 આંકના વધારાની સાથે 50, 227.03 ઉપર પહોંચી ગયો હતો. બપોરે 2.45 વાગ્યાની આસપાસ સેંસેક્સ 493 આંકના વધારા સાથે 50,264.65 સુધી પહોંચી ગયો હતો. આવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 32 આંકના વધારાની સાથે 14, 768.55 ઉપર ખુલ્લી અને વધતા 14,878.60 સુધી પહોંચી ગઈ હતી.

અદાણી ગ્રુપના શેરોમાં નોંધાયો વધારો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર આશરે 140 શેર 52 સપ્તાહની ઉંચાઈ ઉપર પહોંચી ગયા છે. જેમાં એસીસી, યુપીએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન ટ્રાન્સમીશન, અંબુજા સિમેન્ટ, કૈન ફિન હોમ્સ, ફોર્ટિસ હેલ્થકેયર, હેસ્ટર બાયોસાઈંસનો સમાવેશ થાય છે.

એશિયાના બજારો નરમ રહ્યા

એશિયાના બીજા બજારોમાં આજે નરમી જોવા મળી હતી. ચીની શેરબજારોમાં રોકાણકારોએ નફો વસુલ્યો હતો. MSCIએ જાપાન સિવાય એશિયા-પ્રશાંત દેશોને શેરોમાં 0.57 ટકાનો ઘટાડો આવ્યો છે. ચીનની દિગ્ગજ કંપનિઓના આંકોમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો